________________
સિવાય આ વર્ષે અન્ય કોઈ જ મહત્ત્વપૂર્ણ બનાવ બન્યો નહિ. કિંતુ આ શ્રાવકો બહુ જાણીતા નહીં હોવાથી જીવનચરિત્રકારો તેમના વિશે (નામજોગ) નોંધ લેવામાં નિષ્ફળ ગયા છે.
28મી વર્ષાઋતુ : 41મું વર્ષ :
જ્યારે વર્ષાઋતુ આવી ત્યારે મહાવીર મિથિલામાં પાછા આવ્યા અને વર્ષાઋતુ દરમ્યાન ત્યાં રહ્યા. ફરી એક વાર મિથિલામાંથી તેઓ મગધ તરફ ચાલી નીકળ્યા અને રાજગૃહમાં ગુણશીલ દેવાલયમાં રહ્યાં. આ સમયે રેવતી ઘટના ઘટી અને ઉત્તમ જિવાનું સંવર્ધન કરવાની આવશ્યકતા વિશે મહાશતક નામના શ્રાવકને જણાવવા માટે મહાવીરે ગૌતમને કહ્યું.1
મહાવીરે ફરીવાર (પાખંડીઓનાં) કેટલાંક પાખંડો કે જે ગૌતમના મનને અસ્વસ્થ બનાવતા હતા તે અંગે (તેના કેટલાક પ્રશ્નોના) ઉત્તરો આપ્યા.2
આ વર્ષ દરમ્યાન ઇન્દ્રભૂતિ અને વાયુભૂતિએ મૃત્યુપર્યન્ત ઉપવાસ કર્યા અને નિર્વાણ પામ્યા.
29મી વર્ષા ઋતુ : 42મું વર્ષ
મહાવીરે વર્ષાઋતુ રાજગૃહમાં વ્યતીત કરી અને વર્ષાઋતુ પૂર્ણ થયા પછી પણ મહિનાઓ સુધી ત્યાં રહ્યાં. અવ્યક્ત, મંડિલ, મૌર્યપુત્ર અકંપિત એમ ચાર વડિલો આ સમયે નિર્વાણ પામ્યા.
મહાવીરે ભારતવર્ષના ભાવિ અંગેના ઇન્દ્રભૂતિના પ્રશ્નનો વિગતે ઉત્તર આપ્યો. મહાવીરે ઓછી ઊંચાઈવાળી, અસંસ્કારી - ક્રૂર જાતિ કે જે સજીવ પ્રાણીઓ (ખાઈને) ગુજરાન ચલાવતી હતી તેનું અત્યંત અંધકારમય ચિત્ર દોર્યું.
3
જ્યારે વર્ષાઋતુ નજીક આવી ત્યારે મહાવીર પાવા તરફ આગળ વધ્યા કે જ્યાં તેમણે તેમની અંતિમ વર્ષાઋતુ વ્યતીત કરી. તેમણે રજ્જુTMશા માં અથવા રાજા હસ્તિપાલના દરબાર ભરવાની ઇમારતમાં નિવાસ કર્યો.
મહાવીરે તેમના અંતિમ વર્ષમાં પણ ધર્મોપદેશ આપવાનું ચાલુ રાખ્યું અને તેમની નિશ્રામાં પુંજપાલ અને અન્ય ઘણા લોકોએ સંસાર ત્યાર કર્યો.
૧૭૮ -