________________
મહાવીરે તેની સમક્ષ નિવેદન કર્યું કે બે પ્રકારનાં રત્નો હોય છે. ધર્મના ત્રણ પ્રકારનાં રત્નો જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય ઉત્તમોત્તમ રત્નો કરતાં પણ વધારે ઉત્તમ છે, કારણ કે જગત પરનાં) કીમતી રત્નો દુન્યવી હેતુ સાધવા માટે છે. જ્યારે ધર્મનાં (ત્રણ) રત્નો ઇહલોકમાં તેમજ પરલોકમાં કલ્યાણ સાધવા માટે છે.
- કિરાત રાજા અત્યંત ખુશ અને આનંદિત થયો. તેણે મહાવીર પાસે ધર્મનાં ત્રણ રત્નો (આપવા) માટે પ્રાર્થના કરી. કિરાત રાજા મહાવીરનો શિષ્ય બની ગયો.
સાતમાંથી મહાવીર પાંચાલ તરફ આગળ વધ્યા અને કામ્પિત્યમાં થોડાક દિવસ રોકાઈને મથુરા, શૌર્યપુર, નંદિપુર અને આસપાસનાં સ્થળોએ ભ્રમણ કર્યું. 24મી વર્ષાઋતુ : 87મું વર્ષ :
પરિભ્રમણને અંતે મહાવીર વિદેહ તરફ પાછા ફર્યા અને તેમને 24મી વર્ષાઋતુ મિથિલામાં વ્યતીત કરી. વર્ષાઋતુને અંતે મહાવીર મગધ તરફ ગયા અને વિવિધ નગરો અને જનપદોમાં પરિભ્રમણ કરતા અને તેમના સંપ્રદાયનો ઉપદેશ આપતા તેઓ રાજગૃહ આવ્યા અને ગુણશીલ દેવાલયમાં ઊતારો કર્યો.
ત્યાં કાલોદાયીએ તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યો : (જે નીચે મુજબ હતા) (1) મનુષ્યને સાસાં કે નરસાં કર્મો કરવા માટે પ્રેરતાં કારણો કયાં છે? (2) કોણ વધારે મોટું પાપ કરે છે - જે અગ્નિને સળગાવે છે તે કે ઓલવી
નાખે છે તે ? (3) તેજલેશ્યા અંગેની વિગતો શી છે ?
મહાવીરે તેના પ્રશ્નોના ઉત્તરો આપ્યા અને કાલોદાયીએ તેમણે આપેલી સમજૂતીઓ સ્વીકારી. તે સમજૂતી એટલી સુબોધ અને ગળે ઊતરે એવી હતી કે કાલોદાયી ખુશ થઈ ગયો અને તેણે તે અંગેની સંપૂર્ણ સમજ મેળવી લીધી. એક ઉદાહરણ અત્રે અપ્રસ્તુત નહીં ગણાય -
કાલોદયીએ મહાવીરને પૂછ્યું. “લોકો શા માટે એવાં કૃત્યો કરવાથી અચકાતા નથી કે જેમનું પરિણામ તેમને માટે અત્યંત દુઃખદાયી હોય છે?”