________________
ખોટો છે અને કોણે માફી માગવી જોઈએ.
મહાવીર બોલ્યા, ‘‘તારે માફીની આવશ્યકતા છે અને ખોટું બોલવા બદલ તારે આનંદની માફી માગવી જોઈએ.’ ઇન્દ્રભૂતિ ગૌતમે એ પ્રમાણે કર્યું.
23મી વર્ષાઋતુ : 36મું વર્ષ :
મહાવીરે વર્ષાઋતુ વૈશાલીમાં વ્યતીત કરી. કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછીની આ તેમની 23મી વર્ષાઋતુ હતી.
વૈશાલીમાંથી મહાવીર કૌશલ તરફ ચાલી નીકળ્યા અને વિવિધ નગરો અને જનપદોમાં પરિભ્રમણ કરતા કરતાં સાકેત આવ્યા. કિરાત રાજાનું ધર્મપરિવર્તન :
એક વખત જિનદેવ નામનો આ સ્થળનો નિવાસી કોલિવર્ષ નગરમાં ગયો. તે ત્યાંના રાજાને મળ્યો અને તેણે તેને વસ્ત્રો અને રત્નોની ભેટ ધરી. કિરાત રાજા નામનો તે સ્થળનો રાજ્યકર્તા આવી અદ્ભુત વસ્તુઓ જોઈને અત્યંત આનંદિત થયો. (1) અને તેણે જિનદેવને પૂછ્યું કે તેણે ભેટરૂપે આપેલી આવી રતનો ક્યાં મળે છે. જિનદેવે તેને કહ્યું કે તેના વતનમાં તો આનાથી યે વધારે કીમતી રત્નો મળે છે. કિરાત રાજાની તે સ્થળની મુલાકાત લેવાની ઇચ્છા હતી પરંતુ તે દેશના રાજાથી તે ડરતો હતો. જિનદેવ તરત જ અમલમાં આવે એવી રીતે રાજાની અનુમતિ લીધી તે કિરાત રાજાને પોતાની સાથે સાકેત લઈ ગયો.
એજ વખતે મહાવીર પણ સાકેતમાં આવેલા હતા. બધા લોકો તેમનાં દર્શન કરવા માટે જતા હતા. સાકેત રાજા પણ મહાવીરનાં દર્શન કરવા માટે ગયો. કિરાત રાજાને આશ્ચર્ય થયું અને શી બાબત છે તેની તેણે તપાસ કરી. જિનદેવે તેને કહ્યું કે સર્વે ઝવેરીઓમાં સૌથી મોટો ઝવેરી કે જેની પાસે ઉત્તમોત્તમ રત્નો છે તે આજે સાકેતમાં આવ્યો છે. કિરાત રાજા તેમનાં દર્શન કરવા માટે આતુર થયો અને જિનદેવની સાથે મહાવીર જ્યાં હતા તે સ્થળે ગયો. કિરાત રાજા મહાવીરના પ્રભામંડળ (તેજ) ને જોઈને ચકિત થઈ ગયો અને તેણે રત્નો વિશે તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યાં.
1
પછાત જગ્યા હતા અને ત્યાં રત્નો વિશે (કોઈને
કોલિવર્ષ એ અસંસ્કારી કશી) જાણકારી ન હતી.
-
* ૧૫