________________
1 તેમણે આ વખતે શાના અંગેનો ઉપદેશ આપ્યો હતો તે ચોક્કસપણે જાણી શકાયું નથી, નહીંતર આપણા માટે તે અત્યંત મહત્ત્વનું સાબિત થઈ શકત. ભાગ-II, યુગ (સમય) અને પરિસ્થિતિ
1. Political Back-Ground રાજકીય પશ્ચાદભૂમિકા : ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં ભારત ઃ
નીતિમાન મનુષ્ય એ તેના જેવાજ અન્ય મનુષ્યના સંદર્ભમાં જોવામાં આવે તો તે સંજોગોનું પ્રાણી છે, આથી સ્પષ્ટ થાય છે કે મનુષ્ય એ સામાજિક પ્રાણી છે. જે મહાવીર સમયનો અભ્યાસ તેથીજ લગભગ અનિવાર્યપણે આવશ્યક બનાવે છે.
જો મનુષ્ય પરિપૂર્ણ ન હોય તો તે પોતાના સંજોગો અને પરિસ્થિતિ મોટાપાયે ઘડાય છે અને ધાર્મિક ગુરુઓ પણ તેમાં અપવાદ નથી. મહાવીરના જેવા મહાન ધર્મ ગુરુના જીવન અને ચારિત્ર્યની યોગ્ય મુલવણી કરવી એ માત્ર સલાહભર્યું જ નહિ, કિંતુ અનિવાર્યપણે આવશ્યક છે. જે જમાનામાં તેઓ જીવ્યા અને જે જમાનામાં તેઓ પુર બહારમાં વિકસ્યા હતા તે જમાનામાં તેમને મૂલવવા માટેના સંદર્ભોનો અભાવ હતો. આવી પરિસ્થિતિમાં તેમના જીવનનું વિહંગાવલોકન કરવું તે અપૂર્ણ નહિતો દોષયુક્ત તો હશેજ, કારણ કે તે યથાયોગ્ય પાર્શ્વભૂમિકામાં ચિતરેલી પ્રતિકૃતિનો અભ્યાસ કરવા સમાન હશે. (મૂળ વસ્તુનો નહિ.)
જો કે તે યુગના ચિત્રનું પુનર્નિમાણ કરવાનું કાર્ય ચોમેરથી મુશ્કેલીઓથી ઘેરાયેલું હશે જ્યારે પ્રખ્યાત ઍલ્ફિન્સ્ટને અવલોકન કર્યું છે તે મુજબ ઍલેક્ઝાન્ડરના આક્રમણ પહેલાંના કોઈ પણ જાહેર બનાવની તવારીખ નક્કી કરી શકાય તેમ નથી. કોઈ જોડાયેલાં સંબંધ માટે વિચારવાનો મહંમદના વિજય પછીના સમય સુધી પ્રયત્ન કરી શકાય જો કે વિવિધ ક્ષેત્રોમાં થયેલાં તેમ નથી આધુનિક સંશોધનોએ પ્રાચીન ભારતના ઇતિહાસમાં કેટલીક ચોક્કસ મહત્ત્વની સંસ્મરણીય ઘટનાઓ અંગે કેટલેક અંશે ચોક્કસાઈપૂર્વક નિર્ણય લેવા માટે આપણે શક્તિમાન બન્યા છીએ. કિંતુ આપણે એ યાદ રાખવું જોઈએ કે માત્ર એવા કેટલાક મુદ્દાઓ છે કે જેમાં અન્ય રાષ્ટ્રો હિંદુઓના સંપર્કમાં આવ્યા હોય અને તેમાં આપણે ચોક્કસાઈપૂર્વક વિગતે નિર્ણય લેવા માટે શક્તિમાન બન્યા હોઈએ.
~૧૮૦