________________
દસ સાગારોપામા જેટલું આયુષ્ય ભોગવ્યું. દસ સાગારોપામા સુધી સ્વર્ગીય સુખો ભોગવીને એ સમય પૂર્ણ થયા પછી તે વાણિજ્યગ્રામમાં જન્મ્યો, અને તું જ તે મહાબાલ છે.”
આ સાંભળીને સુદર્શન અત્યંત ખુશ થયો, તે પોતે પણ પોતાનો પૂર્વજન્મ જોઈ શક્યો અને મહાવીરે જે કહ્યું તેને તે માની ગયો.
તેણે મહાવીરની નિશ્રામાં સંસાર ત્યાગ કર્યો અને બાર વર્ષ સુધી તેણે તપ કર્યું અને તેણે પોતે સાઠ જમણના ઉપવાસ કરીને નિર્વાણાનંદ પ્રાપ્ત કર્યાં. આદરણીયની અનુમતિથી ઇન્દ્રભૂતિ ગૌતમ વહોરવાના ફેરામાં બહાર ગયો હતો. તેના માર્ગમાં તેને જાણવા મળ્યું કે આનંદ નામના શ્રાવકે મૃત્યુપર્યન્તના ઉપવાસ કર્યા છે અને તે દર્ભવાસની શૈય્યામાં નીચે સૂતેલો છે. 1 ભગવતી શતક-11, ઉદ્દેશક11
2 બ્રાહ્મણીય સમય સાથે સરખાવો.
ઇન્દ્રભૂતિ એ વિચાર્યું કે આનંદની મુલાકાત લેવી એ તદ્દન યોગ્ય છે. એ મુજબ ઇન્દ્રભૂતિ આનંદ પાસે ગયો અને તેણે તેને દર્ભની શય્યા ઉપર પડેલો જોયો. ઉપવાસને કારણે તે કૃશ થઈ ગયો હતો. આનંદ બોલ્યો, ‘‘પૂજ્યશ્રી ગૌતમ ! સમીપ આવો કે જેથી હું તમારા પગે પડીને પ્રણામ કરી શકું. હું હવે અત્યંત નિર્બળ થઈ ગયો છું અને ઊભો થઈ શકું તેમ નથી.” ઇન્દ્રભૂતિ નિકટ ગયો અને આનંદે તેને પ્રણામ કર્યા. દરમ્યાનમાં તેઓ આ રીતે છૂટથી વાતો કરવા લાગ્યા. આનંદે પૂછ્યું, ‘‘આદરણીય ગૌતમ ! એ શું શક્ય છે કે બાર પ્રકારના વ્રતોનું પાલન કરનારો શ્રાવક અવધિ જ્ઞાન મેળવી શકે ?’’
ગૌતમે પ્રત્યુત્તર વાળ્યો કે એ પ્રમાણે થઈ શકે.
ત્યારબાદ આનંદ બોલ્યો, ‘‘શ્રાવકનાં બાર પ્રકારનાં વ્રતોનું પાલન કરીને મેં અવધિ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને હું 500 યોજના દૂર સુધીની સર્વે વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકું છું.”
ગૌતમે કહ્યું કે એક શ્રાવક માટે આમ કરવું શક્ય નથી.
તે બંને પૈકી કોણ ખોટો છે તે અંગે તેમની વચ્ચે મતભેદ પેદા થયો. બંનેમાંથી જે કોઈ ખોટો હોય તેણે ખોટું બોલવા બદલ માફી માગવી જોઈએ. ગૌતમ ગુરૂ (મહાવીર) પાસે ગયો અને તેણે તેમને પૂછ્યું કે કોણ
~ ૧૪ *