________________
મહાવીરે ઉત્તર આપ્યો, ““જેવી રીતે મનુષ્યને મસાલાથી ભરપૂર સ્વાદિષ્ટ ભોજનથાળ માણવો ગમે છે, કિંતુ તો એ તેને માટે હાનિકારક હોય છે, તેવી જ રીતે મનુષ્ય આવાં અનિષ્ટ કર્મો કરે છે કે જે અંતે તો તેને માટે હાનિકારક જ હોય છે.”
પ્રથમ કિસ્સામાં તે સ્વાદને કારણે મોહિત થઈ જાય છે અને બીજામાં તે ઇન્દ્રિયોના આનંદ વડે મોહ પામે છે.
ગુણશીલમાં પ્રભાસ નામનો યતિઓનો આગેવાન મૃત્યુપર્યંત ઉપવાસ ઉપર ઊતર્યો અને નિર્વાણ પામ્યો. 25મી વર્ષાઋતુ : 88મું વર્ષ :
વર્ષાત્રતુ દરમ્યાન મહાવીર રાજગૃહમાં રહ્યા અને તેથી જ મહાવીરે આખા વર્ષ દરમ્યાન મગધમાં જ યાત્રા કરી અને જ્યારે વર્ષાઋતુ નજીક આવી ત્યારે તેઓ રાજગૃહમાં આવ્યા અને હંમેશની જેમ જ ગુણશીલ દેવાલયમાં રોકાયા.
રાજગૃહમાં મહાવીરે પાખંડીઓ દ્વારા રજૂ કરેલ ઊલટા મતો અંગેની ગૌતમની શંકાઓનું સમાધાન કર્યું.
- આ વર્ષે અકચલભ્રાતા અને યતિઓના આગેવાન મૈત્રેય મૃત્યુપર્યન્ત ઉપવાસ કરીને નિર્વાણ પામ્યા. 26મી વર્ષાઋતુ : 89મું વર્ષ :
મહાવીરે વર્ષાઋતુ નાલંદામાં વ્યતીત કરી. વર્ષાઋતુ પૂર્ણ થઈ ત્યારે મહાવીર વિદેહમાં આવ્યા. ત્યાં મિથિલામાં રાજા જિતશત્રુએ અત્યંત ઊખાપૂર્વક અને આદરપૂર્વક મહાવીરનો સત્કાર કર્યો.
આ વર્ષે ગૌતમ ઈન્દ્રભૂતિએ મહાવીરને ખગોળ-જ્યોતિષશાસ્ત્ર અંગે કેટલાક પ્રશ્નો પૂછયા.8 1 ભગવતી શતક-7, ઉદેશક-10 2 ભગવતી દશક-1, ઉદેશક-10, ભગવતી શતક 2, ઉદેશક 5 3 સૂર્ય પ્રજ્ઞપ્તિ 27મી વર્ષાઋતુ : 40મું વર્ષ :
મહાવીરે મિથિલામાં વર્ષાઋતુ વ્યતીત કરી. આ દરમ્યાન મહાવીરે વિદેહમાં એજ રીતે યાત્રા ચાલુ રાખી. ઘણા બધા શ્રાવકોના ધર્મ પરિવર્તન
- ૧૦ -