________________
જે અસ્તિત્વ ધરાવે છે તેને આપણે અસ્તિત્વ શીલ કહીએ છીએ અને જે અસ્તિત્વ ધરાવતું નથી તેને આપણે બિન અસ્તિત્વશીલ કહીએ છીએ. તમે પોતે તેને અંગે કાળજીપૂર્વક વિચાર કરો અને તમને તેનો અર્થ મળી જશે.’’ (1) ભગવતી શતક-18, ઉદ્દેશક-7
(2) અનુવાદ મૂળ અનુસારનો બરાબર શબ્દશઃ નથી (૩) ભગવતી શતક-18, ઉદ્દેશક-7 ·
કાલોદાયી તેમને સમજવામાં નિષ્ફળ ગયો અને તેની નિખાલસ પ્રકૃતિને કારણે તે ગૌતમનાં પગલાંને અનુસર્યો અને છેવટે તેણે તેમને તેમના ગુરુની હાજરીમાં શોધી કાઢ્યા. કાલોદાયીએ તેમને કેટલાક વધારે પ્રશ્નો પણ પૂછ્યા. મહાવીરે તે સર્વેના ઉત્તરો વર્ણવ્યા.1 અને જ્યારે કાલોદાયીને તે બધાની (પ્રશ્નોની) સમજ પડી અને તેને સંતોષ થયો ત્યારે મહાવીરે તેને નિગ્રંથ સંપ્રદાયનો ઉપદેશ આપ્યો અને કાલોદાયીએ ધર્મપરિવર્તન કર્યું. તે મહાવીરનો અનુયાયી બન્યો અને ધર્મગ્રંથોમાં નિષ્ણાત બન્યો. તેને જેનો ઉપદેશ આપવામાં આવેલો તેના અર્થને તે સમજ્યો.
ઉદક પેઢાલપુત્તનું ધર્મપરિવર્તન :
રાજગૃહના ઈશાન ખૂણામાં એક ઉપનગર હતું જે સમૃદ્ધ નગર હતું. અને ત્યાં ઘણાં સુંદર સ્થળો હતાં. ત્યાં એક શ્રીમંત શ્રાવક રહેતો હતો જેનું નામ લેપા હતું તે મહાવીરનો અનુયાયી હતો અને તે નિગ્રંથ યતિઓની પરોણાગત કરનાર હતો. તે ‘શેષ દ્રાવિકા' નામના સુંદર જલવિભાજકનો તેમજ હસ્તિયામા નામની વાટિકાનો માલિક હતો.
એક વાર જ્યારે મહાવીર હસ્તિયામામાં હતા, ત્યારે ઈન્દ્રભૂતિ ગૌતમ પાર્શ્વના એક અનુયાયીને પેદ્ધાલપુત્ત નામના જલવિભાજકમાં મળ્યો.
તેણે એક પ્રશ્ન પૂછવા માટે ઈન્દ્રભૂતિની અનુમતિની યાચના કરી અને જ્યારે અનુમતિ મળી ગઈ ત્યારે પેદ્વાલના પુત્ર ઉદકે તેને સચેતન અને અચેતન પદાર્થો વચ્ચે ચોક્કસ ભેદદર્શક રેખા શી છે તે અંગે પૂછ્યું. શું આ ભેદ અત્યંત પાતળો નથી ? યતિ માટે સચેતનની હત્યા કરવાથી સંપૂર્ણ રીતે દૂર રહેવું શક્ય છે કે જ્યારે તેઓ જેમને સચેતન તરીકે વિચારે છે તેઓ યોગ્ય સમયે અચેતન બની જાય છે અને જેમને તેઓ અચેતન ગણે છે તેઓ સચેતન બની જાય છે ? અને શું એ સંભવિત નથી કે કોઈક
~969~