________________
ઉપમાઓની મદદથી પાખંડીઓને શાંત કર્યા.
પાખંડીઓને શાંત કર્યા પછી મૃદક મહાવીર પાસે ગયો અને તેણે તેમના સેવક તરીકે કામ કર્યું. મહાવીરે મૃદૂદકની મોટેથી વાહવાહ કરી અને બોલ્યા, “મૃદૂદક ! તે યોગ્ય રીતે પાખંડીઓને ઉત્તર આપ્યો છે અને જેઓ કેવળ સિદ્ધાંત અને તેના ઉદેશને તેઓ પોતે યોગ્ય રીતે સમજ્યા વગર તેઓ પોતે ચર્ચા કરે છે, ચર્ચા વિચારણા કે ઉકેલ માટે રજૂઆત કરે છે અને તેને સમજાવે છે તેઓ કેવળી સિદ્ધાંતને ભારોભાર અન્યાય કરે છે. તેથી હું ખરેખર ખુશ થયો છું કે તે પાખંડીઓને યોગ્ય પ્રત્યુત્તર પાઠવ્યો છે.”2
મૃદૂદક અત્યંત ખુશ થયો અને પછી ત્યાં થોડાક સમય માટે ધર્મના સિદ્ધાંતો પર ધ્યાન કેન્દ્રિત કરીને પછી ત્યાંથી ચાલ્યો ગયો.
ગૌતમ એક સામાન્ય ગૃહસ્થની બુદ્ધિમત્તાથી આશ્ચર્ય પામ્યો અને તેણે મહાવીરને પૂછ્યું, “મૃદૂદક તેમની નિશ્રામાં સંસાર ત્યાગ કરશે કે નહિ.”
મહાવીર બોલ્યા કે મૃદૂદક એ માત્ર સમર્પિત શ્રાવક તરીકેનું જીવન જીવશે અને પછીના મનુષ્ય જન્મમાં તે અસ્તિત્વની આ જંજીરમાંથી મુક્તિ મેળવશે.? 21મી વર્ષાઋતુ : 84મું વર્ષ :
વર્ષાઋતુ દરમ્યાન મહાવીર રાજગૃહમાં રહ્યા. કેવળ જ્ઞાન પછીની તેમની આ એકવીસમી વર્ષાઋતુ હતી.
વર્ષાઋતુ પૂર્ણ થયા પછી આસપાસનાં જનપદો અને નગરોમાં મહાવીરે ધર્મ ઉપદેશ આપ્યો, ગ્રીષ્મઋતુમાં તેઓ રાજગૃહ પરત આવીને ગુણશીલ દેવાલયમાં રહ્યાં.
જ્યારે ગૌતમ તેમના વહોરવાના ફેરામાં હતા, ત્યારે પેલા પાખંડીઓમાંના કાલોદાયી નામના એક પાખંડી) કે જે ધર્માસ્તિક્યની સાચી પ્રકૃતિ જાણવા માટે થોડોક વધારે નિખાલસ હતો તેણે ઈન્દ્રભૂતિ ગૌતમને એજ પ્રશ્ન પૂછ્યો કે જે મૃદકને પૂછવામાં આવ્યો હતો.
ઈન્દ્રભૂતિ ગૌતમ કે જે જાણતો હતો કે તે મુદ્દો મુદ્દક દ્વારા ક્યારનો યે વર્ણવવામાં આવેલો હતો તેણે ગૂઢાર્થમય રીતે ઉત્તર વાળ્યો, “એ કે
- ૧૦૦ -