________________
20મી વર્ષાઋતુ : 88મું વર્ષ :
પછી મહાવીર વૈશાલી આવ્યા અને વર્ષાઋતુ દરમ્યાન ત્યાં નિવાસ કર્યો. વર્ષાત્ર તુ પૂર્ણ થઈ કે તરત જ મહાવીર મગધ તરફ ચાલી નીકળ્યા અને ગુણશીલા દેવાલયમાં નિવાસ કર્યો તે વખતે જુદા જુદા ધર્મોના અનુયાયીઓ રાજગૃહમાં રહેતા હતા. તેમની વચ્ચે ધર્મની બાબતો અંગે અવારનવાર ચર્ચાઓ થતી હતી. ચર્ચાઓ નીચેના વિષયોને કેન્દ્રમાં રાખીને થતી હતી, જેમ કે અધ્યયન તેમજ વર્તનનું સાપેક્ષ મહત્ત્વ અને યતિના ચારિત્ર્ય ઘડતરમાં તેનો ફાળો, કર્મના કર્તા અને આત્મા વચ્ચેનો તફાવત અને અંતે જે કેવળ જ્ઞાન ધરાવે છે તેની સચ્ચાઈ, કોઈક અલૌકિક જીવ તે ધરાવતો હોય કે ન ધરાવતો હોય અને જો તે (કવળ જ્ઞાન) ધરાવતો હોય તે કેવળ સત્ય જ બોલશે.
આ મુદ્દાઓ અંગે ગૌતમ દ્વિધામાં હતો અને તેને શાંતિ અર્પે એવી સ્પષ્ટતા ચાહતો હતો. મહાવીરે ખૂલાસો કર્યો અને આ બધા જ મુદ્દાઓ ઉપર સુંદર સમજ આપી. ગૌતમને સંતોષ થઈ ગયો. ગાગાલી, પિથાર અને યશોમતીનું ધર્મ પરિવર્તન
રાજગૃહથી મહાવીર ચમ્પા તરફ ચાલી નીકળ્યા. જ્યારે મહાવીર ચમ્પા પહોંચ્યા ત્યારે ગૌતમ ઈન્દ્રભૂતિ પૃષ્ઠચમ્પા ગયા. રાજા ગાગાલિ કે જેનો બે એક વર્ષ પહેલાં જ રાજગાદી પર અભિષેક કરવામાં આવ્યો હતો તેણે અત્યંત આદરપૂર્વક ગૌતમને પ્રણામ કર્યા. ગાગાલિનાં માતાપિતા પિથાર-યશોમતી, તેના મંત્રીઓ અને પ્રજા પણ તેના ઉદાહરણને અનુસર્યા. ગૌતમે તેમને સંપ્રદાયના સિદ્ધાંતો અંગે ઉપદેશ આપ્યો. *
ગૌતમની નિશ્રામાં ગાગાલિએ તેનાં માતાપિતા સાથે સંસાર ત્યાગ કર્યો અને પછી તે બધાં જ ગૌતમની સાથે મહાવીરને તેમનો આદર આપવા માટે ચાલી નીકળ્યા.
તેઓ રસ્તે જતા હતા ત્યારે શુદ્ધ અંતરાત્માવાળી આ ચારે વ્યક્તિઓ અજ્ઞાનનાં વાદળો તોડી શકી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. ગૌતમને આની કોઈજ જાણ ન હતી. તેઓ જ્યારે પવિત્ર આત્મા (મહાવીર)ના સાનિધ્યમાં હતા, ત્યારે ગૌતમે તેમને મહાવીરને વંદન કરવા માટે કહ્યું. પૂજ્યશ્રીએ દરમ્યાનગીરી કરી અને કહ્યું, “નહીં, ગૌતમ ! તેમનું અપમાન ન કર.
- ૧૬૮ -