________________
આવ્યા છે અને તેઓ દુતિયપલાસા દેવાલયમાં રહ્યા છે ત્યારે તેણે તેમનાં દર્શન કરવાનો અને તેમને કેટલાક સવાલ પૂછવાનો વિચાર કર્યો.
તે મહાવીર પાસે ગયો અને કેટલાક બુદ્ધિયુક્ત યમકો (દ્વિઅર્થી શબ્દો) તેમને પૂછ્યા. મહાવીરે આ બુદ્ધિમાન બ્રાહ્મણના સર્વે સવાલોના ઉત્તરો આપ્યા અને માસા, કુલાડી, સરિસવા જેવા શબ્દોના શબ્દશ્લેષનું તેની સમક્ષ વર્ણન કર્યું.8 1 ભગવતી શતક-8, ઉદ્દેશક - 5 2 મહાવીરે પૂર્ણભદ્ર દેવાલયમાં તેનું ઉદાહરણ આપીને લોકોને સંતુષ્ટ કર્યા. ૩ ભગવતી શતક 18, ઉદ્દેશક - 10
જ્યારે સોમિલને જ્ઞાન થયું કે મહાવીર અતિ તીવ્ર બુદ્ધિમાન અને વિચક્ષણ છે કે જે તેમને છેતરવાની કોઈ યુક્તિમાં ફસાય એવા નથી ત્યારે તેણે ગૃહસ્થ જીવનનાં બાર પ્રકારનાં વ્રતોનો સ્વીકાર કર્યો. 18મી વર્ષાઋતુ : 81મું વર્ષ :
મહાવીરે વર્ષાઋતુ વાણિજ્યગ્રામમાં વ્યતીત કરી. વર્ષાઋતુના અંતે મહાવીર કોશલ રાજ્ય તરફ ચાલી નીકળ્યા. તેઓ થોડાક દિવસ સાકેત, શ્રાવસ્તી અને અન્ય મહાનગરોમાં રહ્યા અને ત્યાર પછી પાંચાલ તરફ જતાં તેઓ કામ્પિત્યના પાદરમાં આવેલી સહસ્રમ્ર વાટિકામાં ઊતર્યા.
કામ્પિત્યપુરમાં અમાદ નામનો એક બ્રાહ્મણ સંન્યાસી રહેતો હતો. તે પરિભ્રમણ કરતા એવા સાતસો શિષ્યોનો ગુરુ હતો. અમ્માદ મહાવીરના સંપ્રદાયની મુખ્ય માન્યતાઓમાં વિશ્વાસ ધરાવતો હતો.
જો કે તેણે પરિભ્રમણ કરતા સંન્યાસીનો વેશ પરિધાન કર્યો હતો અને એવું જ જીવન જીવતો હતો (સંન્યાસી જેવું) તેમ છતાં જાણે કે તે સામાન્ય ભક્તજન જેનું પાલન કરતા હોય એવું અને બાર પ્રકારનાં વ્રતો સાથે અનુરૂપતા ધરાવતું જીવન પણ જીવતો હતો.
જ્યારે ઈન્દ્રભૂતિ ગૌતમ કામ્પિત્યપુર આવ્યા ત્યારે તેમને અમ્માદની અલૌકિક શક્તિઓ વિશે જે અહેવાલો મળ્યા હતા તેમને વિશે શંકા કરવાનું શરૂ કર્યું. તેમણે મહાવીરને પૂછ્યું, “પૂજ્યશ્રી ! શું એ સત્ય છે કે અમ્માદ એવી અલૌકિક દેવી શક્તિઓ સાથે જન્મ્યો છે કે જેને કારણે તે એક જ સમયે સેંકડો સ્થળોએ રહી શકે અને તેનું ભોજન લઈ શકે?”