________________
તેમજ પરિચિત વ્યક્તિઓને આમંત્રિત કરી તેના પુત્રનો રાજ્યગાદી પર અભિષેક કર્યો અને તેમની અનુમતિથી યતિ (દિશપ્રોક) બનવા માટે દુન્યવી ઠાઠમાઠનો ત્યાગ કર્યો.
દીર્ધકાળ પર્યન્ત શિવે તિજીવનનો વ્યવહાર ચાલુ રાખ્યો અને તેણે વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કર્યું જેની મદદથી તે સપ્ત સમુદ્રો અને સપ્ત દીપો જોઈ શક્યો.
તે એવા નિર્ણય ઉપર આવ્યો કે સાત સમુદ્રો અને સાત દ્વીપો હતા અને તદ્દનુસાર તેણે ઉપદેશ આપવાનો આરંભ કર્યો.
તેમના વહોરવા માટેના ફેરા દરમ્યાન ઈન્દ્રભૂતિ ગૌતમને તેની માન્યતા વિશે જાણકારી પ્રાપ્ત થઈ. પાછા ફરીને તેણે એ માન્યતા ટકી શકે એમ છે કે નહિ તે અંગે મહાવીરને પૂછ્યું. મહાવીરે પ્રત્યુત્તર આપ્યો કે અસંખ્ય દીપો અને સમુદ્રો છે.
શિવ મૂંઝાઈ ગયો અને આ મૂંઝવણે તેના મનનો એટલો બધો કબજો લઈ લીધો કે તે તેને તેના પૂર્વના જ્ઞાનનું વિસ્મરણ થઈ ગયું. તે મહાવીર પાસે ગયો. મહાવીરે તેને તેમના સિદ્ધાંતોનો ઉપદેશ કર્યો. શિવે ધર્મપરિવર્તન કર્યું અને યતિ બની ગયો. તેણે ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો અને તેણે પોતાની જાતને યતિજીવનના વ્યવહારો પ્રત્યે સમર્પિત કરી અને અંતે નિર્વાણ પ્રાપ્ત
કર્યું.2
પુઠિલા કે જે એક શ્રીમંત વેપારીનો પુત્ર હતો તેણે ગૃહસ્થ જીવનનાં બાર પ્રકારનાં વ્રતો ધારણ કર્યો.
હસ્તિનાપુરથી મહાવીર મોકા આવ્યા અને નંદન દેવાલયમાં રહ્યા. અહીં તેમણે અગ્નિભૂતિ અને વાયુભૂતિના દેવોની શક્તિઓ અંગેના સવાલોના જવાબો આપ્યા. તેમણે ઈશાનેન્દ્ર અને ચમરેન્દ્રના પૂર્વજન્મો પણ વર્ણવ્યા. (i) ઉત્તરાધ્યયન : 28 (2) ભગવતી શતક 11, ઉદ્દેશક 9 (8) ધન્યની જેમ જ 16મી વર્ષાઋતુ, 29મું વર્ષ : - ત્યારબાદ મહાવીરે વાણિજ્યગ્રામ ગયા અને વર્ષાઋતુ ત્યાં વ્યતીત
- ૧૬૪ -