________________
આવા બધા વિચારોને પરિણામ તેમને તીવ્ર વ્યથા થઈ. તેમણે પોતાની જાત પરથી કાબૂ ગૂમાવ્યો અને મોટેથી રડવા લાગ્યા.
મહાવીરને આ બાબતની જાણ થઈ અને તેમણે સિંહાને તેડું મોકલ્યું. જ્યારે સિંહાને મહાવીર પાસે લાવવામાં આવ્યા ત્યારે મહાવીરે તેમને દિલાસો આપો..
મહાવીર બોલ્યા, “તમે રડી પડ્યા, કારણકે તમને મારી ચિંતા થતી હતી.જો એમ જ હોય તે તમે ચિંતા કરશો નહિ. હું હજી પણ વધુ સોળ વર્ષ જીવવાનો છું.”
સિંહાને પ્રત્યુતર આપ્યો, “મુરબ્બીશ્રી! તે સાચું પડે, પરંતુ આપના રોગને દૂર કરવાનો કોઈ ઉપાય નથી ?”
મહાવીર બોલ્યા, “જો તમારી એવી જ ઈચ્છા હોય તો રેવતી નામની એક શ્રાવકની પત્ની પાસે જાઓ અને તેની પાસે જે દવા છે તે લઈ આવો. યાદ રાખો કે તેણીની પાસે બે દવાઓ છે, એક ખાસ મારે માટે જ તેણીએ તૈયાર કરી છે અને બીજી તદન સામાન્ય (દવા) છે. તમે એ દવા લઈ આવે કે જે તેણીયે ખાસ મારે માટે બનાવી નથી.” - સિંઘ રાજી થઈ ગયા અને મહાવીરને આદરઆપીને રેવતીને ત્યાં ગયા.
આદર પૂર્વક રેવતીએ તેમને શું જોઈએ છે તે અંગે પૂછ્યું. સિંહાએ તેમની જે જરૂરિયાત હતી તે અંગે તેણીને કહ્યું.
- રેવતીને આશ્ચર્ય થયું અને તેમને પૂછ્યું કે તે મહાન સંન્યાસી કોણ હતા કે જેઓ તેણીનું રહસ્ય જાણી ગયા હતા અને તે (રહસ્ય) તેમની સમક્ષ (સિંહાની) ખૂલ્લું કર્યું હતું ?
સિંહાએ તેણીની સમક્ષ વર્ણવ્યું કે મહાવીર કે જે બધું જ જાણતા હતા તેમને તે અંગે પોતાને કહ્યું હતું.
રેવતીએ તેમને જરૂરી હતી તે દવા આપી અને એમ કરીને તેણીએ પોતાને માટે અતિશય કલ્યાણ પ્રાપ્ત કર્યું.
સિંહાએ તે દવા મહાવીરને આપી અને મહાવીર સાજા થઈ ગયા. તેમની (સ્વાથ્ય અંગેની) મુશ્કેલીઓ ટળી ગઈ. તેઓ પહેલાંની જેમજ તેજસ્વી અને તંદુરસ્ત બની ગયા. મહાવીરે તેમનું અગાઉનું સ્વાથ્ય ફરીથી
- ૧૬૨ -