________________
13મી વર્ષાઋતુ : 26મું વર્ષ ઃ અંગ તરફ :
મહાવીરે વર્ષાઋતુ મિથિલામાં વ્યતીત કરી. મહાવીર અંગ તરફ આગળ વધ્યા. તેમણે વૈશાલી તરફ જવાની ધૃષ્ટતા કરી નહિ, કારણકે તે વખતે વૈશાલી મગધ અને વૈશાલીના બે મહાન રાજ્યકર્તાઓ વચ્ચેનું રણમેદાન બની ગયું હતું.
મહાવીરના જીવનકાળ દરમ્યાન જ આ મહાન યુદ્ધ થયું. રાજા શ્રેણિકને ઘણા બધા પુત્રો હતા. શ્રેણિકે તેના પોતાના જીવનકાળ દરમ્યાન જ હલ્લ અને વિહલ્લને સેચંડક હસ્તિ અને સુંદર કંઠહાર આપ્યો હતો. શ્રેણિક બહુ જ કરૂણાજનક રીતે મૃત્યુ પામ્યો અને કોણિય અજાતશત્રુ તેનો ઉત્તરાધિકારી બન્યો. એકવાર જ્યારે હલ્લ અને વિહલ્લ પેલા કંઠહાર સાથે હસ્તિ ઉપર બહાર ફરવા નીકળ્યા ત્યારે રસ્તામાં કોશિય અજાતશત્રુની રાણી પદ્માવતીએ તેમને જોયા અને તેણીને તે હસ્તિ અને કંઠહારની ઈર્ષા આવી. તેણે કોણિયને ઉશ્કેર્યો. કોણિયે પેલી બે ચીજોની તેના ભાઈઓ પાસે માગણી કરી.
હલ્લ અને વિહલ્લને ભય લાગ્યો કે કોણિયે તેના પિતા શ્રેણિક સાથે જેવો ખરાબ વ્યવહાર કર્યો હતો તેવોજ તેમની સાથે પણ કરશે. તેથી તેમણે તેમના દાદા ચેતક કે જેઓ તે વખતે વૈશાલીના રાજા હતા તેમની પાસે આશ્રય લીધો. કોણિયે ચેતક પાસે તેની વસ્તુઓની અથવા તો હલ્લ અને વિહલ્લને તેને સોંપી દેવાની માગણી કરી. ચેતકે હલ્લ અને વિહલ્લને સોંપી દેવાની અથવા તો હસ્તિ અને કંઠહાર આપવાની ઘસીને ના પાડી.
પરિણામે એકબાજુ કોશિય અને ક્લા વગેરે તેના દસ ભાઈઓ અને બીજી બાજુ ચેતક અને તેના ખંડિયા રાજાઓ વચ્ચે મહાન યુદ્ધ ફાટી નીકળ્યું (આ ખંડિયા રાજાઓમાં નવ લિચ્છવી, નવ મલ્લ અને અઢાર કાશી-કેશલ દેશોના રાજાઓ હતા.) આ યુદ્ધમાં કોણિયના દસેદસ ભાઈઓ મરાયા. (આ યુદ્ધનું વિગતવાર વર્ણન અત્યંત રસપ્રદ રીતે આપવામાં આવ્યું છે.) અંગદેશની રાજધાની ચંપામાં રાજા શ્રેણિકની દસ વિધવા રાણીઓએ મહાવીર જ્યારે જાણ્યું કે તેઓ યુદ્ધમાંથી સહિસલામત ઘેર પાછી ફરી શકશે નહિ ત્યારે મહાવીરની નિશ્રામાં સંસારત્યાગ કર્યો. આ બધી રાણીઓએ અલગ અલગ આસનોમાં રહીને અને યતિના વ્યવહારોનો આશરો લઈને
~ ૧૬૦