________________
ત્યારે તે બંને ભાઈઓ સમક્ષ તેણે પોતાનું જીવન અને પેલી દેવીની ક્રૂરતા વર્ણવી. બંને ભાઈઓને ડર લાગ્યો કે દેવી કોઈક દિવસ તેમને પણ મારી નાખશે અને તેમણે તે માણસને નાસી છૂટવા માટેનો માર્ગ પૂછ્યો.
તેણે કહ્યું કે પૂર્વ દિશામાં એક યક્ષ ૨હે છે જે કોઈક શુભ દિવસોમાં મોટેથી બૂમ પાડીને કહે છે કે એવું કોઈ છે કે જેને પોતે સહાય કરી શકે અથવા બચાવી શકે.
બંને ભાઈઓએ તે મુજબ કર્યું. યક્ષ બોલ્યો : ‘‘હું એક અશ્વનું સ્વરૂપ ધારણ કરીશ અને તમને બીજા કિનારે લઈ જઈશ, પરંતુ જ્યારે તમે મારી પીઠ ઉપર બેઠા હોય ત્યારે દેવી તમને ગમે એટલા વધારે લલચાવે તો પણ તમારે પાછળ જોવાનું નથી. કિંતુ જો તમે પાછળ જોશો તો હું તમને મારી પીઠ ઉપરથી નીચે ફેંકી દઈશ અને દેવી તમારો વધ કરશે. જ્યાં સુધી તમે મારી પીઠ ઉપર હશો ત્યાં સુધી તમને કોઈ જ હાનિ પહોંચાડી શકશે નહિ.’
બંને ભાઈઓ અશ્વની પીઠ ઉપર સવાર થયા અને ચાલી નીકળ્યા. દેવી જ્યારે પાછી આવી ત્યારે તેણીએ તેમને ત્યાં જોયા નહિ અને શું બન્યું હશે તેનું અનુમાન કરીને તેણી તેમને લોભાવવા માટે ગઈ. બેમાંથી એક ભાઈ લલચાયો અને તેણે પાછળ જોયું. યક્ષે તેને પોતાની પીઠ પરથી નીચે ફેંકી દીધો અને જેવો તે નીચે ફેંકાયો કે તરત જ દેવીએ તેનો વધ કર્યો. જિનપાલિત એકલો જ પંડે ઘેર આવ્યો અને તેનાં માતાપિતાને આખીયે દુ:ખ દાયક વાર્તા સંભળાવી. માતાપિતા અત્યંત દુઃખી થયાં. યથોચિત સમયે તેઓને આ ઘટનાનું વિસ્મરણ થતું ગયું અને દુઃખ ભૂલાઈ ગયું. જ્યારે મહાવીર ચંપામાં આવ્યા ત્યારે જિનપાલિતે તેમની નિશ્રામાં સંસારત્યાગ કર્યો.
બીજો એક પાલિત નામનો દરિયાખેડુ હતો કે જેણે પણ મહાવીરની નિશ્રામાં શ્રાવકનાં બાર પ્રકારનાં વ્રતો લીધાં.
મહાવીરે વિદેહ તરફ પ્રસ્થાન કર્યું. રસ્તે જતાં કકાન્ડીમાં તેમણે ક્ષેમક અને શ્રૃતિધરાનું ધર્મપરિવર્તન કરાવ્યું. તેમણે શ્રાવક જીવનનો ત્યાગ કરીને યતિનાં વસ્ત્રો પહેરી લીધાં.
~ ૧૫૯ ×