________________
શકી અને તેણીએ ચંદનાનો હાથ ઉપર ઊંચકી લીધો. ચંદના આ ઘટનાથી આશ્ચર્ય પામી કે રાત્રિના અંધકારમાં મૃગાવતી શી રીતે સર્પને જોઈ શકી? તેને તેણીના કેવળજ્ઞાનની જાણકારી ન હતી. તેને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણીને પણ પોતાના અજ્ઞાન બદલ પશ્ચાતાપ થયો અને આ પશ્ચાતાપને પરિણામે તેણીએ પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
કૌશામ્બીથી મહાવીર રાજગૃહ આવ્યા અને ગુણશીલા મંદિરમાં રહ્યા. એ વખતે પાર્શ્વના કેટલાક અનુયાયીઓ તુંગીયમાં આવ્યા હતા અને તેઓ પુષ્પવાટિકા મંદિરમાં ઊતર્યા હતા. ઘણા શ્રાવકો કે જેમણે બાર જાતનાં વ્રતો લીધાં હતાં અને તેમનાં દર્શન કરવા તેમજ તેમના ધર્મોપદેશનું શ્રવણ કરવા માટે આવ્યા હતા તેમણે જે બાબતો ફળ (લાભ) મળતાં રોકે છે અને તપ જેને (ફળોને) મેળવી આપે છે તે અંગે તેમને પ્રશ્નો પૂછ્યા.
ગૌતમ ઈન્દ્રભૂતિ કે જે તે વખતે ભિક્ષા વહોરવા માટે વિહારાર્થે નીકળ્યો હતો તેણે આ પ્રશ્નો અને તેમના પ્રત્યુત્તરો સાંભળ્યા. નિવાસસ્થાને પાછા ફર્યા પછી તેણે મહાવીરને પૂછ્યું કે પ્રશ્નોના ઉત્તરો યોગ્ય રીતે અપાયા હતા કે નહિ.
મહાવીરે ઉત્તરોને સ્વીકૃતિ આપી.'
આજ વર્ષે અભયકુમાર અને વેણાસાએ વૈપુલ્ય પર્વત ઉપર મૃત્યુ સીધીના ઉપવાસ ઉપર ઊતર્યા. 12મી વર્ષા : 25મું વર્ષ :
વર્ષાઋતુ દરમ્યાન મહાવીર રાગૃહમાં રહ્યાં. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછીની તેમની આ બારમી વર્ષાઋતુ હતી.
વર્ષાઋતુ પૂર્ણ થયા પછી મહાવીરે ચંપા તરફ પ્રયાણ કર્યું. શ્રેણિક બિંબસારના દેહાવસાન પછી-1 કોનિયા દ્વારા ચંપાને મગધની રાજધાની બનાવવામાં આવી અને કોનિયાએ દબદબા સાથે મહાવીરનો સત્કાર કર્યો અને તે જાતેજ તેમને આદર આપવા માટે ગયો. આખુંયે મહાનગર પૂર્ણભદ્ર દેવાલયમાં ગયું, જ્યાં મહાવીર ઊતર્યા હતા. મહાવીરે તેમને પોતાના સિદ્ધાંતો અંગે ઉપદેશ આપ્યો. જ્યારે ધર્મોપદેશ આપવામાં આવતો હતો ત્યારે શ્રેણિકના ઘણાબધા પૌત્રોએ ગૃહસ્થજીવનનો ત્યાગ કર્યો અને સન્યાસ જીવન સ્વીકાર્યું.
- ૧૫૦ -