________________
સ્કંદકની શંકાઓનું સમાધાન કર્યું અને અત્યંત ખુશ અને સંતુષ્ટ થયેલા સ્કંદ, મહાવીરને તેમના સંપ્રદાયમાં પોતાને પ્રવેશ આપવાની વિનંતી કરી.
મહાવીરની નિશ્રામાં સ્કંદકે પોતાના સંપ્રદાયનો) ત્યાગ કર્યો અને તેના સમગ્ર જીવન પર્યન્ત યતિનાં વ્રતોનું પાલન કર્યું. સ્કંદક તેના ધર્મપરિવતન અગાઉ પણ સંન્યાસી તેમજ વિદ્વાન વ્યક્તિ હતો. તેથી એમાં કોઈજ આશ્ચર્ય નથી કે તેણે થોડા જ સમયમાં બધાજ ધર્મગ્રંથોમાં પ્રભુત્વ મેળવ્યું અને તેનો વ્યવહારમાં અમલ કરવાનું ચાલુ રાખ્યું. તપ અને ધ્યાનમાં તે તેના જીવનના લક્ષ્ય સુધી પહોંચી ગયો. દેહત્યાગ કર્યા પછી તે દેવ તરીકે જન્મ્યો. શ્રાવસ્તી :
છત્રપાલાસથી મહાવીર શ્રાવસ્તીમાં કોપ્તક મંદિરમાં આવ્યા. અહીં બે ધર્મપરિવર્તનો થયાં. નંદિની પિતા અને તેની પત્ની અશ્વિની, સાવિહીપતિ અને તેની પત્ની ફાલ્ગનીએ ગૃહસ્થજીવનનાં બાર વ્રતો લીધાં. 11મી વર્ષાઋતુ 24મું વર્ષ :
શ્રાવસ્તીથી મહાવીર વિદેહમાં આવ્યા અને વર્ષાઋતુ દરમ્યાન તેઓ વાણિજ્યગ્રામમાં રહ્યાં.
જ્યારે વર્ષાઋતુ પૂર્ણ થઈ ત્યારે મહાવીર બ્રાહ્મણકુંડ ગયા. આ સ્થળે જમાલીએ પાંચસો યતિઓ સાથે સ્વતંત્ર રીતે બહાર જવા માટે અનુમતિ યાચી. મહાવીરે મૌન જાળવ્યું. જમાલીએ બીજી અને ત્રીજી વાર એજ માગણી કરી, કિંતુ મહાવીરે મૌન જાળવ્યું. જમાલી સ્પષ્ટ અનુમતિ સિવાય એમ કરવા માટે ચાલી નીકળ્યો.
મહાવીર કૌશામ્બી આવ્યા. કૌશામ્બીમાં મહાવીરને આદર આપવા માટે સૂર્ય અને ચંદ્ર નીચે ઊતરી આવ્યા - આનાથી રાણી મૃગાવતી ગેરમાર્ગે દોરાઈ. તેણીને લાગ્યું કે હજી દિવસ છે અને તેથી મોડે સુધી તેણી ત્યાં રોકાઈ. તેણી જ્યારે તેના રહેઠાણે પહોંચી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું અને ચંદનાએ તેણીને ઠપકો આપ્યો. મૃગાવતી કે જે એકવાર રાજરાણી હતી તેને આનાથી પશ્ચાતાપ થયો અને તે પશ્ચાતાપથી પ્રેરાઈને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. રાત્રે જ્યારે ચંદના ઊંઘતી હતી ત્યારે તેની પાસે થઈને એક સર્પ પસાર થયો. મૃગાવતી તેના કેવળ જ્ઞાનને લીધે તે સર્પને જોઈ
- ૧૫૬ -