________________
તેણે આ વ્રતોનું તેના જીવનના અંત સુધી પાલન કર્યું, કિંતુ આ ગૃહસ્થને તેની પત્ની રેવતી તરફથી પ્રલોભનોનો સામનો કરવો પડ્યો કે જે (રવતી) પોતાના હલકા સ્વભાવથી પ્રભાવિત હતી. તે આ પ્રલોભનો સામે ટકી રહ્યો અને જીવનપર્યંત વ્રતોનું પાલન ક્યું.
એક યતિ માટે એક સ્ત્રીની આકાંક્ષાઓમાંથી છટકવું એ સહેલું નથી અને વધુમાં જો તેણી તેની પૂર્વની પત્ની હોય.
તે જ વર્ષે મહાવીરને પાર્શ્વનાથના અનુયાયીઓ સાથે જીવ અને અજીવ અંગે ચર્ચા થઈ.1
પાર્શ્વનાથના અનુયાયીઓએ મહાવીરને સુધારેલો સંપ્રદાય સ્વીકાર્યો.
ત્યાર બાદ મહાવીરે રોહા દ્વારા તેમની સમક્ષ મૂકવામાં આવેલા સવાલોના પ્રત્યુત્તર આપ્યા.
રોહાના પ્રશ્નો બિબાંઢાળ હતા અને માત્ર એક જ પાસાં સાથે સંબંધિત હતા. બે વસ્તુઓ જે જગતમાં અસ્તિત્વ ધરાવે છે અને જે શાશ્વત છે તે પૈકી કઈ પ્રથમ આવી અને કઈ તપશ્ચાત આવી. અહીં એક નમૂનો પૂરતો થઈ પડશે,
રોહાએ પૂછ્યું, “આદરણીય ! બેમાંથી કઈ વસ્તુ પ્રથમ આવી, મરઘી કે ઈંડું?”
મહાવીરે તેને સામો પ્રશ્ન પૂછયો, “રોહા ! મરઘી કેવી રીતે આવી ?”
““ઈંડામાંથી રોહાએ ઉત્તર આપ્યો. “અને ઈંડુ શામાંથી આવ્યું ?” મહાવીરે પૂછ્યું. મરઘીમાંથી” રોહાએ ઉત્તર આપ્યો.
ત્યારે મહાવીરે પ્રત્યુત્તર આપ્યો. બંને પ્રથમ આવ્યાં છે એમ કહી શકાય. આ વસ્તુઓ શાશ્વત છે અને પ્રારંભથી જ તેઓ અસ્તિત્વ ધરાવે છે. આવી વસ્તુઓ માટે સમયાનુક્રમ હોઈ શકે નહીં.
રોહા આ ઉત્તરોથી અત્યંત પ્રસન્ન થયો.
છેલ્લે ગૌતમ ઇન્દ્રભૂતિ આવ્યા અને તેમણે બ્રહ્માંડને લગતા કેટલાક પ્રશ્નો પૂછ્યા. મહાવીરે ઉપમાઓની મદદથી તેમની સમક્ષ તે વર્ણવ્યા.
- ૧૫૪ -