________________
કરતાં એ જ પ્રકારે દેહત્યાગ કર્યો.
પરંતુ સદ્ધાલપુત્તની વ્રતોનું પાલન કરવાની સમયાવધિ અન્ય લોકો માટે હોય એવી સરળ ન હતી, કારણ કે જૈન ધર્મગ્રંથો અનુસાર તેના સંસારત્યાગ પછી તરત જ તેને તેના અગાઉના ધર્મોપદેશક ગોસાલાના આક્રમણનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ગોસાલાએ જાણ્યું કે સદ્ધાલપુત્ત સામે બધી જ દલીલો વ્યર્થ ગઈ છે અને સદ્ધાપુત્તના પક્ષે તેના વર્તનમાં સંપૂર્ણ પરિવર્તન આવ્યું છે, તેથી તેનો સામનો કોઈ અન્ય રીતે કરવો જોઈએ. તેણે કુશળતાપૂર્વક પોતાનું વલણ બદલી નાખ્યું અને તેણે મહાવીર એક મહાન બ્રાહ્મણ તરીકે, મહાન ગોપ તરીકે, મહાન ધર્મોપદેશક તરીકે, મહાન વ્યવસ્થાપક તરીકે, અને મહાન પાર્થિક તરીકે સર્વશ્રેષ્ઠ છે એમ કહીને તેમની સ્તુતિ કરવા માંડી.
1
उवसग्गदासाओ અધ્યાય
સદ્દાલપુત્તે તેમને વિવેક ખાતર અને પોતાના ગુરૂ તરફ ગોશાલકાએ દર્શાવેલ આદર બદલ પોતાને ત્યાં આમંત્ર્યા.
-
7
તેને ત્યાં ફરી એકવાર ગોસાલાએ તેના મનનું સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેનો કંઈ હેતુ સર્યો નહીં. તે સિદ્ધાલપુત્તને આસિવિકા સંપ્રદાય તરફ ફરીથી પાછો વાળી શકાયો નહીં. આસિવિકા સિદ્ધાંતોમાં માનનારાઓમાં સિદ્ધાલપુત્ત મોખરાનું સ્થાન ધરાવતો હતો અને તેથી તેમાં કોઈ આશ્ચર્ય નથી કે તેના ધર્મપરિવર્તને ગોસાલાને ભયંકર આંચકો આપ્યો. નવમી વર્ષાઋતુ : 22મું વર્ષ :
ગ્રીષ્મઋતુના અંતે વાણિજ્યગ્રામ તરફ ચાલી નીકળ્યા અને વાણિજ્ય ગ્રામમાં તેમણે વર્ષાઋતુ વ્યતીત કરી. વાણિજ્યગ્રામમાં તેમણે પોતાની નવમી વર્ષાઋતુ ગાળી. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછીની મગધ તરફની તેમણે વ્યતીત કરેલી આ નવમી વર્ષાઋતુ હતી.
જેવી વર્ષાઋતુ પૂર્ણ થઈ કે તરત જ મહાવીર મગધ તરફ આગળ વધ્યા અને થોડાક જ સમયમાં તેઓ રાજગૃહ આવ્યા.
આ સમયે મહાશતક નામનો ગૃહસ્થ મહાવીરનો અનુયાયી બન્યો અને તેણે તેમની પાસેથી ગૃહસ્થ જીવનનાં બાર વ્રતો ધારણ કર્યાં.
~ ૧૫૩ -