________________
એ તારા શ્રમનું પરિણામ છે.” મહાવીર શાનો નિર્દેશ કરતા હતા તેનો સિદાલપુત્તને ખ્યાલ આવી ગયો. તેથી તેણે પ્રત્યુત્તર આપ્યો કે આ ઘડા વિવિધ આકારોમાં બનાવવામાં આવ્યા હતા કે જે (આકારો) તેમને માટે ઈશ્વરનિર્મિત હોય.
મહાવીરે પછીથી હજી વધારે મૂંઝવતો પ્રશ્ન પૂછ્યો, “સદ્ધાલપુર ! ધારો કે કોઈ તારા ઘડા પડાવી જાય, ફેંકી દે અથવા તેનો નાશ કરે, તો તું તેને શિક્ષા કરે કે નહીં ? અને કદાચ તું તેને માફ કરી દે, કિંતુ ધારો કે આવો દુષ્ટ તારી પત્ની અગ્નિમિત્રાની પાસે પહોંચવાની હદે જાય તો તું તેને આ માટે શિક્ષા કરે કે નહીં?” સદ્ધાલપુત્તે મન પરથી કાબુ ગુમાવી દીધો અને બોલ્યો, “હું આવા માણસને ફટકારું, તેને ગાળો આપું અને તેની હત્યા પણ કરી બેસું.”
મહાવીર સ્મિત સહિત બોલ્યા, “તારી માન્યતા અનુસાર દરેકને માટે જે તેને માટે પૂર્વનિર્મિત હોય તેવું જ બને છે. તો પછી શા માટે તું તે માણસને શિક્ષા કરે કે જ્યારે જે બન્યું છે તે સર્વથા ઈશ્વરનિર્મિત હતું અને તે માણસ તે માટે જરાયે જવાબદાર ન હતો.”
સદાલપુત્તને તેની ભૂલ સમજાઈ અને તેણે મહાવીરને તેમના સંપ્રદાયમાં પોતાને પ્રવેશ આપવાની વિનંતી કરી. તેણે ગૃહસ્થ જીવનનાં બાર પ્રકારનાં વ્રતો લીધાં અને તે વ્રતોનું તેણે ઘણાં વર્ષો સુધી પાલન કર્યું.
એકવાર જ્યારે તે ધ્યાનમાં તલ્લીન થઈને બેઠો હતો ત્યારે તેને કામદેવના જેવો જ અનુભવ થયો. દેવ દ્વારા તેને ધ્યાનમાં) ખલેલ પહોંચાડવામાં આવી. અંતમાં જ્યારે દેવે એવી ભ્રમણા ઊભી કરી કે તેની પત્નીને ઢાઈમાં જીવતી તળવામાં આવી અને સદ્ધાલપુત્ત પર તેના રક્તનો છંટકાવ કરવામાં આવ્યો. સદ્ધાલપુત્ત તેની તરફ દોડ્યા, કિંતુ તે તો માત્ર માયા હતી તે જાણીને નિરાશ થયો. તેણે તે અંગે પ્રાયશ્ચિત કર્યું અને ફરી એકવાર વ્રતોનું પાલન કરવાનો મક્કમ નિશ્ચય કર્યો.
તેણે વ્રતોનું તેના મૃત્યુપર્યત પાલન કર્યું અને છેલ્લા દિવસોમાં નકોરડા ઉપવાસ કરીને અવસાન પામ્યો અને પછીથી દેવ તરીકે પુનર્જન્મ પામ્યો.
તેની પત્ની પણ તેના જ દાંતને અનુસરી અને વ્રતોનું પાલન કરતાં
- ૧૫૨ -