________________
કૌસાખી.: અલાભિયામાંથી મહાવીર કૌસામ્બીમાં મંત્રીઓની સહાયથી મૃગાવતી રાજ્ય કારોબાર ચલાવતી હતી. ઉદયન સગીર હતો. ઉજ્જૈનનો રાજા ચંડuદ્યોત મૃગાવતી સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો અને તે માટે એક વર્ષ પહેલાં તેણે સંદેશો પણ મોકલ્યો હતો. આને લીધે મૃગાવતીએ ઉદયન ઉમરલાયક થાય ત્યાં સુધી થોભી જવાની તેને વિનંતી કરી હતી. હવે જ્યારે મહાવીર ત્યાં બીજી વખત આવ્યા, ત્યારે પ્રદ્યોતની - પકડમાંથી છટકી જવાની તક મૃગાવતીએ ઝડપી લીધી. એક મોટી જાહેરસભામાં પ્રદ્યોહની અનુમતિથી તેમના સંપ્રદાયમાં પ્રવેશ આપવાની તેણીએ મહાવીરને વિનંતી કરી.પ્રદ્યોહ અનુમતિ આપવાની ના પાડી શક્યો નહીં અને અનિચ્છાએ પણ તેને સંમતિ આપી. તેણે ઉદયનની પ્રદ્યોતની સંભાળમાં સોંપણી કરી અને તેણીએ સંસારત્યાગ કર્યો.
મૃગાવતીની સાથે જ પ્રદ્યોતની આઠ રાણીઓએ પણ તેની અનુમતિથી પોતાને પણ તેમના સંપ્રદાયમાં પ્રવેશ આપવાની મહાવીરને યાચના કરી અને તેમણે પણ સંસારત્યાગ કર્યો.
ત્યાર બાદ મહાવીરે આસપાસનાં જનપદોમાં અને નગરોમાં વિહાર કર્યો અને છેવટે જ્યારે ઉનાળો પૂરો થયો ત્યારે તેઓ વૈશાલીમાં આવ્યા. આઠમી વર્ષાઋતુ 21મું વર્ષ :
કેવલ્ય પ્રાપ્ત કર્યા પછી તેમણે વૈશાલીમાં આઠમી વર્ષાઋતુ વ્યતીત કરી.
21મા વર્ષના પ્રારંભમાં, જ્યારે વર્ષાઋતુ પૂર્ણ થઈ ત્યારે તેઓ એ કકાંડી તરફ પ્રયાણ કર્યું. (ઉત્તર વિદેહ) અને તેઓ કકાંડીમાં આવ્યા. અહીં ત્રણ મહત્ત્વનાં ધર્મપરિવર્તનો થયા જેમાં ઘન્ય, સદાલપુત્ત અને સુનક્ષત્ર મુખ્ય હતાં.* * REST : The description in 3PPIETTAT31 translation ધન્યનું ધર્મપરિવર્તન :
ધન્યનું ધર્મપરિવર્તન મેઘકુમારનાં જેવું જ હતું. તે પારંપારિક પ્રકારનું ધર્મપરિવર્તન હતું. તેની માતાએ તેનું ધ્યાન અન્યત્ર વાળવા માટેના પ્રયત્નરૂપે કરેલા ધ્યાજનક વિલાપો નિષ્ફળ જતાં છેવટે તેણીએ અનુમતિ
= ૧૫૦૦