________________
યતિ તેની પુત્રીના હાથનું દાન સ્વીકારે. ઘણા સમય પછી અદ્રક તે મહાનગરમાં આવ્યો. શ્રીમતીએ તેને તેના પગ ઉપરના ચિહ્ન પરથી તેને ઓળખ્યો.
ત્યાર પછી અદ્રકને શ્રીમતીના નિર્ણયની જાણ કરવામાં આવી, રાજા, વ્યાપારી અને (નગરના) માનવંતા કુલિન માણસો – એ સૌએ તેની તેણીની સાથે લગ્ન કરવાની વિનંતી કરી. જ્યારે તેમણે તેના પર અતિશય દબાણ કર્યું ત્યારે તેણે (લગ્ન બાદ) પ્રથમ પ્રસૂતિ સુધી જ તેની સાથે રહેવાની સંમતિ આપી.
યોગ્ય સમયે શ્રીમતીએ પુત્રને જન્મ આપ્યો. જ્યારે અદ્રને ત્યાંથી પ્રયાણ કરવાનો વિચાર કર્યો ત્યારે તેની પત્ની શ્રીમતીએ તેને વિનંતી કરી કે હજી તો તેનો પુત્ર જન્મ્યો જ છે. તે જ્યારે એક કે બે વર્ષનો થાય ત્યાં સુધી રહી જવાની તેને વિનંતી કરી.
બીજીવાર જ્યારે અદ્રક પ્રયાણ કરતો હતો ત્યારે તેને તેના પુત્ર દ્વારા સૂતરના તાર વડે બાંધવામાં આવ્યો. અદ્રકે તે તાર ગયા અને એટલાં વર્ષો માટે રહી જવા સંમત થયો, પરંતુ તે સમયને અંતે તેણે પ્રયાણ કર્યું.
તેણે મહાવીર વિશે સાંભળ્યું હતું, તેથી તે રાજગૃહ તરફ આગળ વધ્યો. માર્ગમાં તેને ગોશાલક મળ્યો જેની સાથે તેણે મહાવીરની જીવન જીવવાની રીત અંગે ચર્ચા કરી.] 1 સૂત્રકૃતાંગઃ શ્રત સ્કંદ 2, અધ્યાય - 6, પાન - 387 થી 405 2 આવો જ પ્રસંગ બુદ્ધના જીવનમાં પણ બન્યો હતો કે જ્યાં ગુજરાત તેમને પ્રણામ
કરે છે અને તેમને ઇજા પહોંચાડ્યા સિવાય ચાલ્યો જાય છે.
તે જ્યારે આગળ વધ્યો ત્યારે તે હસ્તિ તપસાના નામે ઓળખાતા એક પ્રકારના સંન્યાસીઓને મળ્યો. તેણે તેમની સમક્ષ અહિંસાના સાચા સિદ્ધાંતો વર્ણવ્યા. તેને બુદ્ધ (શાક્યપુત્ર)ના શિષ્યો સાથે પણ વધ કરવામાં મનુષ્યની અગત્ય અંગે આ પ્રમાણે ચર્ચા થઈ. કોઈ પણ ઉદેશ્ય વગર વધ કરવો તે પાપમય છે કે કેમ ? ઘણા બધા યતિઓનું પોષણ કરીને જ માત્ર મનુષ્ય તેના આ અનિષ્ટ કાર્યમાંથી છૂટકારો મેળવી શકે કે કેમ ?
તેને શંકરના અનુયાયીઓ સાથે આત્માની શાશ્વતતા અંગે ચર્ચા થઈ. આ બધી જ ચર્ચાઓ સૂત્રકૃતાંગમાં મળી આવે છે અને તે એટલી
- ૧૪૮ -