________________
અજ્ઞાની હતો. તેથી તે દંગ રહી ગયો અને હંમેશાં તે પેલી ભેટ તરફ આશ્ચર્યચક્તિ બનીને જોઈ રહેતો. એક વખત તેને તેનો પૂર્વજન્મ યાદ આવી ગયો. તેણે આદિનાથની મૂર્તિની પૂજા કરવી શરૂ કરી અને એ સંસ્કારીભૂમિ કે જેના પર તીર્થંકર પોતે વ્યક્તિ તરીકે રહ્યા હતા ત્યાં જવાની ઈચ્છા કરી. 2 તે જ્યારે સામયિક તરીકે જન્મ્યો હતો, ત્યારે તેની પત્નીનું નામ બંધુમતી હતું.
તેના પિતાશ્રી ક્યારેય તેને આ માટેની અનુમતિ આપશે નહીં (એમ જાણીને) તેણે એક યુક્તિ રચી. તેણે એક વખત એક વહાણ તૈયાર રાખ્યું કે જ્યારે તે પોતપોતાની ઘોડેસવારીની શ્રેષ્ઠતાનું પ્રદર્શન કરવાનો હતો. (એ વખતે) તેણે અશ્વને જ્યાં વહાણ તૈયાર રાખ્યું હતું ત્યાં ભગાડ્યો અને આ રીતે તે સુસંસ્કૃત ભૂમિ તરફ નાસી છૂટ્યો.
જેવો તે સુસંસ્કૃત ભૂમિના કિનારે પહોંચ્યો કે તરત જ તેણે પોતે સંસારત્યાગ કર્યો અને યતિનો ઝભ્ભો પહેરી લીધો.
આમ યતિના ઝભ્યાથી આચ્છાદિત થઈને પરિભ્રમણ કરતાં એકવાર તે વસંતપુરમાં આવ્યો. આ મહાનગરના પાદરે એક મંદિર હતું ત્યાં અદ્રક આવ્યો અને ધ્યાનમાં તલ્લીન થઈને ત્યાં બેઠો. હવે તે મહાનગરમાં દેવદત્ત નામનો એક શ્રીમંત વ્યાપારી વસતો હતો. તેની પત્નીનું નામ ધનવતી હતું. સામયિકની અગાઉની પત્ની બંધુમતીનો (બીજો) જન્મ અહીં થયો હતો. તેણી ઉંમરલાયક થતાં તેની પોતાની સાહેલીઓ સાથે તેણી આ મંદિરમાં આવી. વર પસંદ કરવાની રમત રમતી વખતે તેના પૂર્વજન્મના પ્રેમને લીધે શ્રીમતીએ આ યતિને તેના પતિ તરીકે પસંદ કર્યો. આ અંગે તદ્દન અજાણ એવા અદ્રકે તે જગ્યાએથી આગળ પ્રયાણ કર્યું. યોગ્ય સમયે શ્રીમતીના પિતાશ્રીએ તેની પુત્રીના લગ્ન માટે વિચાર કર્યો, પરંતુ શ્રીમતીએ તેના પિતાશ્રીને કહ્યું કે જોકે રમતમાં પણ તેણે પેલા મુનિ સાથે લગ્ન કરી લીધાં છે કે જેમના વિશેની કોઈ જ વિગત તેણી જાણીતી નથી, કિંતુ હવે તેણી કોઈ અન્ય સાથે લગ્ન કરશે નહીં. તેણીએ માત્ર તેના પગમાં રહેલા વિશિષ્ટ ચિહનની જ નોંધ લીધી હતી.
દેવદતે હવે એવી ગોઠવણ કરી કે તે મહાનગરમાં આવતો પ્રત્યેક