________________
બધી વાસ્તવિક છે કે આવી ચર્ચાઓ વિવિધ ધર્મોપદેશકોના શિષ્યો વચ્ચે પણ થવી જોઈએ.
એ વખતે એક ચમત્કાર થયો. એક મોટો હસ્તિ કે જેનો તપસા સંન્યાસીઓ વધ કરવાના હતા, તેણે જંજીરો તોડી નાખી અને તે અદ્રક તરફ દોડ્યો, પરંતુ તેને કોઈ ઈજા કરી નહીં. હસ્તિએ તેને પ્રણામ કર્યા અને (ત્યાંથી) ચાલ્યો ગયો. શ્રેણિક અને અભયકુમાર અદ્રક પાસે પહોંચ્યા. તેમની સમક્ષ અદ્રકે હસ્તિ કેવી રીતે સાંકળો તોડી નાખવા માટે શક્તિમાન બન્યો તેનું વર્ણન કર્યું, કારણ કે અદ્રક (લોખંડની) જંજીરો કરતાં પણ વધારે મજબૂત એવા પ્રેમના કોમળ તાંતણાઓને પણ તોડી શક્યો હતો, તે જ રીતે હસ્તિ તેની જંજીરોને તોડવા માટે શક્તિમાન બન્યો હતો. (2) ત્યાર બાદ તેણે મહાવીર પાસેથી ધર્મોપદેશનું શ્રવણ કર્યું અને મહાવીરે બધા જ શિષ્યો કે જેમનું ધર્મપરિવર્તન અદ્રકે કરાવ્યું હતું તે તેને (અદ્રકને) તેની સંભાળ હેઠળ સોંપ્યા.
પછી મહાવીર વિદેહ ત૨ફ ચાલી નીકળ્યા અને વર્ષાઋતુ દરમ્યાન વૈશાલીમાં વાસ કર્યો.
7મી વર્ષાઋતુ : 20મું વર્ષ :
અલાભિયા : રાજગૃહમાં વર્ષાઋતુ વ્યતીત કર્યા પછી ભગવાન મહાવીર કૌસામ્બી તરફ ચાલી નીકળ્યા. રાજગૃહથી કૌસામ્બી તરફ જતાં રસ્તામાં મહાવીરે અલાભિયામાં ઊતારો કર્યો. અહીં અલાભિયામાં ઘણા બધા સામાન્ય ભક્તજનો રહેતા હતા. અને ત્યાં દેવોના જીવનકાળ અંગેનો મુદ્દો ઉદ્ભવ્યો. ભદ્ર ઋષિએ તેમની સમક્ષ વર્ણવ્યું કે તેમનો જીવનકાળ ઓછામાં ઓછો દસ હજાર વર્ષ અને મહત્તમ (જીવનકાળ) તેત્રીસ સાગરોપમા જેટલો હોય છે.
જ્યારે મહાવીર અલાભિયામાં આવ્યા ત્યારે ઋષિ ભદ્રે જે કહ્યું હતું તેને સમર્થન આપ્યું.
જ્યાં સુધી ઋષિભદ્ર જીવ્યા ત્યાં સુધી તેમણે પ્રતિજ્ઞાઓનું પાલન ર્યું અને તપશ્ચર્યાનાં વિવિધ સ્વરૂપો વડે તેમની જાતને શુદ્ધ કરી અને અંતે એક મહિનાના સંપૂર્ણ ઉપવાસ કરીને તેઓ અવસાન પામ્યા અને તેઓ દેવ તરીકે પુનર્જન્મ પામ્યા.
~ ૧૪૯ -