________________
જિનપાલિતનું ધર્મ પરિવર્તન ઃ
આ રાજધરાનાના રાજકુમારોના ધર્મપરિવર્તન ઉપરાંત મહાવીરની નિશ્રામાં બીજા ઘણા બધાએ સંસારત્યાગ કર્યો. જે પૈકીનો એક જિનપાલિત હતો. તેની જીવનકથા અત્યંત રસપ્રદ છે. તેનું જીવન આપણને સિંદબાદની વાર્તાની યાદ અપાવે છે. (શાતાધર્મકથા સૂત્ર-6) જિનપાલિત અને જિનરક્ષિત એ બે ભાઈઓ હતા. તેમના પિતાનું નામ મકાન્તી હતું. તેમની માતાનું નામ ભદ્રા હતું. આ બંને ભાઈઓ સાહસિક ખલાસીઓ હતા અને બધાજ સમુદ્રોની તેમણે અગિયાર વખત સફર કરી હતી. તેઓ તેમની સાથે અઢળક દ્રવ્ય લાવ્યા હતા. ફરી એક વાર તેમનાં માતાપિતાની અનિચ્છા હોવા છતાં તેઓ દરિયાઈ સફરે નીકળ્યા. તેમણે ઘણું લાંબુ અંતર પસાર કર્યા પછી દરિયો તોફાની બન્યો અને વહાણ નાશ પામ્યું. બંને ભાઈઓએ એક મોટા લાકડાના પાટિયાનો આધાર લીધો અને આવી પરિસ્થિતિમાં તેઓ એક ટાપુ ઉપર આવ્યા. ત્યાં એક વિશિષ્ટ દેવી તેમને પોતાને ઘેર લઈ ગઈ અને તેમની સાથે તેણીએ ઈન્દ્રિય જન્ય મજા માણી. (આ આખી કથા જ્ઞાતાધર્મ કથા'ના ભાષાંતરમાં વર્ણવેલી છે.)
1 ભગવતીશતક 2, ઉદ્દેશક-5 P-133-140
1-1 તેમનું અવસાન અત્યંત કરૂણ હતું - જુઓ Ref : નિરયાવલિસૂત્ર
એકવાર તેણીને કોઈ કાર્ય માટે બહાર જવાનું થયું કે જે કાર્ય કરવા માટે તેણીને ઈન્દ્ર દ્વારા સોંપવામાં આવ્યું હતું. જતી વખતે તેણીએ તેમને દક્ષિણ દિશામાં નહિ જવા માટે ચેતવણી આપી કારણકે ત્યા એક ભયાનક સર્પ રહેતો હતો જે માત્ર દૃષ્ટિપાત કરીને મનુષ્યને મારી નાખતો હતો. જ્યારે તે દેવી છૂટી પડી ત્યારે બંને ભાઈઓ એ આસપાસનાં સ્થળોએ ફરીને મજા માણી. તેઓ બંને જણ દક્ષિણ દિશા તરફ જવા માટે ખાસ કરીને આતુર બન્યા કારણકે તેમને તેમ કરવા માટે મનાઈ ફરમાવવામાં આવી હતી. એકવાર જ્યારે તેઓ તે જ દિશામાં (દક્ષિણ દિશામાં) અત્યંત દૂર ગયા ત્યારે તેમણે ત્યાં જેના પર મનુષ્યોનો વધ કરવામાં આવે છે એવો એક માંચડો જોયો, ત્યાં એક માણસ ભાલો ખૂંચેલી દશામાં દયાજનક રીતે મદદ માટે મોટથી બૂમો પાડતો હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું
~ ૧૫૮ -