________________
જેમણે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, તેણે અન્ય કોઈ વ્યક્તિને (કે જે કેવળ જ્ઞાન ધરાવતી હોય) પ્રણામ કરવાની આવશ્યકતા નથી.” ગૌતમ ઈન્દ્રભૂતિને આ સાંભળીને આશ્ચર્ય થયું અને આંચકો લાગ્યો. તેઓ કે જેમને તેણે તાજેતરમાં જ સંપ્રદાયમાં પ્રવેશ આપ્યો હતો, તેમણે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું, જ્યારે તે પોતે કેવળ અજ્ઞાની હતો. તે અત્યંત ચિંતાતુર અને અધીરો બન્યો.
મહાવીર કે જે રાજગૃહ તરફ જવા માટે નીકળવાના હતા, તેઓ તેમના પ્રિય શિષ્યના વિચારો વાંચી શક્યા. જ્યારે તેમને સાંભળવા માટે આવેલાં સર્વે વિખરાઈ ગયાં, ત્યારે તેઓ મૃદુ અને મિષ્ટ અવાજમાં ગૌતમ પ્રત્યે બોલ્યા, “હે ગૌતમ ! તું દીર્ઘકાળથી મારી સાથે પ્રેમપૂર્વક જોડાયેલો છે. દીર્ઘકાળથી તું મારી પ્રશંસા કરે છે, દીર્ધકાળથી તું મારા સેવક તરીકે કામ કરે છે, તું મને અનુસરે છે અને મારી ઈચ્છાઓ અનુસાર કાર્ય કરે છે, આપણે બને) હવે પછી તરત થનારા આપણા અસ્તિત્વમાં આપણે દેવો તરીકે તેમજ મનુષ્યો તરીકે પરસ્પર જોડાયેલા છીએ. આપણે જ્યારે આ મર્ય દેહ છોડી દઈશું તે પછી પણ એક સાથે રહેવાના છીએ. આપણે ફરી એક વાર નિર્વાણની શાશ્વત શાંતિમાં મળવાના છીએ અને આપણી વચ્ચેનો મતભેદ ધીમે ધીમે પીગળીને લુપ્ત થઈ જશે.”
ગૌતમનું મન શાંત થઈ ગયું. તે પોતે પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે તે સાંભળીને શાંત અને આનંદિત થઈ ગયો. ' 1 ભગવતી શતક-14, ઉદ્દેશક-2 2 ભગવતી શતક-14, ઉદેશક-7
રાજગૃહમાં પાખંડીઓ વસતા હતા અને તેઓ વિવિધ વિષયો ઉપર (અવારનવાર) ચર્ચાઓ કરતા હતા. જ્યારે મહાવીર રાજગૃહ આવ્યા ત્યારે તેમના સામાન્ય ભક્તજનો (શ્રાવકો) પૈકીનો એક તેમને સાંભળવા માટે આવ્યો. તેનું નામ મૃદુક હતું. તે જ્યારે (તે માટે) જતો હતો ત્યારે કેટલાક પાખંડીઓએ તેને અટકાવ્યો. તેઓ (પાખંડીઓ) પ્રકૃતિગત રીતે તેની વિરુદ્ધમાં હતા અને તેઓ સામાન્ય અર્થમાં આસ્તિકો હતા અને ખાસ અર્થમાં ધર્માસ્તિકો હતા.
મૃદકે જેઓ દેખીતી રીતે અદશ્ય હોય છે તેવી વસ્તુઓ અંગે