________________
મહાવીરે ઉત્તર આપ્યો, ‘હા, ગૌતમ ! અમ્માદ એ અનુશાસન યુક્ત પ્રકૃતિ ધરાવતો અને યતિજીવનના કઠિન વ્યવહારોનું પાલન કરતો એવો સરસ માનવી છે કે જેણે અલૌકિક શક્તિઓ પ્રાપ્ત કરેલી છે.” ગૌતમે તેમને આગળ પૂછ્યું, ‘પૂજ્યશ્રી, તે આપની નિશ્રામાં સંસાર ત્યાગ કરશે ?”
મહાવીરે અમ્માદ જે રીતે જીવતો હતો તેનું તેની સમક્ષ વિગતે વર્ણન કર્યું અને કહ્યું કે તે તેમની નિશ્રામાં સંસાર ત્યાગ નહીં કરે, કિંતુ તેના પુણ્યશાળી જીવનને કારણે તે દેવોના વિશ્વમાં પુનર્જન્મ પામશે અને તે પછીના જન્મમાં નિર્વાણ પામશે.
19મી વર્ષાઋતુ : 32મું વર્ષ :
કામ્પિલ્યથી મહાવીર વિદેહ તરફ પાછા ફર્યા અને વર્ષાઋતુ વૈશાલીમાં વ્યતીત કરી. જ્યારે વર્ષાઋતુ પૂર્ણ થઈ મહાવીરે કાશી-કોશલ દેશોમાં પરિભ્રમણ કર્યું અને વાણિજ્યગ્રામના પાદરમાં દુતિપલાસા દેવાલયમાં નિવાસ કર્યો. (ઔપપાતિજ સૂત્ર)
વાણિજ્યગ્રામમાં પાર્શ્વના અનુયાયી ગાંગેયે તેમને જુદા જુદા લોકમાં જીવના અસ્તિત્વ અંગે કેટલાક પ્રશ્નો પૂછ્યા.
મહાવીરે જીવના અસ્તિત્વ વિશે તેમજ જીવના સ્વર્ગલોકમાંના દેવો સહિત જુદાં જુદાં લોકમાં રહેલા અસ્તિત્વ અંગેનું વર્ણન તેની સમક્ષ કર્યું. તેમનું વર્ણન તરંગી અટકળ ઉપર તેમજ ધર્મગ્રંથોના અભ્યાસ ઉપર આધારિત ન હતું, કિંતુ તે વર્ણન તેમના વ્યક્તિગત સાક્ષાત્કાર ઉપર આધારિત હતું. મહાવીરે વ્યક્તિગત સાક્ષાત્કારના મુદ્દા એમ કહીને વધુ પ્રકાશ પાડ્યો કે જેણે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અથવા બીજા શબ્દોમાં સર્વજ્ઞતા પ્રાપ્ત કરી છે તેને તો બધી જ બાબતો સ્પષ્ટ થઈ જાય છે. મહાવીરની સર્વજ્ઞતા વિશે ગાંગેયને સંતોષ થઈ ગયો અને તેણે મહાવીરના પાંચ વ્રતોના સિદ્ધાંતનો સ્વીકાર કર્યો, અત્યંત દીર્ઘકાળ સુધી ગાંગેય યતિ જીવન જીવ્યો અને નિર્વાણ પ્રાપ્ત કર્યું :1 (1) ભગવતી શતક-1, ઉદ્દેશક 32
૧૬૦ ૦