________________
પરંતુ તાત્કાલિક તો શ્રેણિક (ધર્મનો) અનુયાયી તો ન બની શક્યો, પરંતુ અડગ વિશ્વાસ ધરાવનાર બન્યો અને પોતે બધા જ સંસારત્યાગીઓનાં પરિવારજનોનું ભરણપોષણ કરશે એવી જાહેરાત કરીને બધા જ સંન્યાસીઓને સુવિધાઓ પૂરી પાડી. આને લીધે ઘણા બધા રાજકુમારો અને શ્રેણિકની રાણીઓએ સંસારત્યાગ કર્યો. તેમાંનો એક અભય હતો. અભયનું ધર્મપરિવર્તન :
અભયકુમાર રાજા શ્રેણિકનો તેની પત્ની નંદાથી જન્મેલો પુત્ર હતો. અભયકુમાર અત્યંત બુદ્ધિમાન હતો. એ તેની બુદ્ધિમત્તા હતી કે જેનાથી તે રાજાનો મંત્રી બન્યો હતો. જ્યારે મેઘકુમાર અને નંદિસેનાએ સંસારત્યાગ કર્યો હતો ત્યારે ગૃહસ્થ જીવનની પ્રતિજ્ઞાઓ સ્વીકારી હતી. શ્રેણિક વૃદ્ધ થતો જતો હતો અને તેથી તેણે અભયકુમારને રાજગાદી સ્વીકારવાની વિનંતી કરી. એક વખત જ્યારે પૂજ્યશ્રી તરફ આદર વ્યક્ત કરીને તેમને પૂછ્યું કે રાજ્યનો ત્યાગ કરનારો છેલ્લો રાજા ક્યો હતો? મહાવીરે પ્રત્યુત્તર વાળ્યો કે વિતભાયાનો ઉદયન છેલ્લો હતો. 1 તેની બુદ્ધિમત્તાની ઘણી કથાઓની નોંધ થઈ છે.
અભયકુમાર મૂંઝાઈ ગયો. તેણે વિચાર્યું કે જો તે રાજ્યગાદી સ્વીકારશે તો તે ક્યારેય સંસારત્યાગ કરવા માટે શક્તિમાન બનશે નહીં, કારણ કે ઉદયન છેલ્લો (સંસારત્યાગ કરનાર રાજા) હતો. તે શ્રેણિક પાસે ગયો ? અને સંસારત્યાગ કરવા માટે અનુમતિ આપવાની યાચના કરી. રાજાને આશ્ચર્ય થયું. અભયકુમારે તેને જે કંઈ કહેવામાં આવ્યું હતું (મહાવીર દ્વારા) તે વર્ણવ્યું. પોતાની અત્યંત અનિચ્છા હોવા છતાં શ્રેણિકે તેને અનુમતિ આપી.
અભયકુમાર મહાવીર પાસે ગયો અને તેણે સંસારત્યાગ કર્યો. અદ્રકનું પરિવર્તન :
રાજકુમાર અદ્રકને શ્રેણિકના પુત્ર અભયકુમાર સાથે સારા સંબંધો હતા. તેના પિતાશ્રી શ્રેણિકના મિત્ર હતા. અદ્રકે અભયકુમારને કેટલીક ભેટસોગાદો મોકલી. અભયકુમારે બદલામાં પોતાના મિત્રના કલ્યાણના ખ્યાલ સાથે આદિનાથ તીર્થકર મૂર્તિ મોક્લી. અદ્રક ધર્મની બાબતોમાં તદ્દન
- ૧૪૬ -