________________
અલાભિયામાં શંખવાટિકામાં રોકાયા.
પુદ્ગલ નામનો એક પરિભ્રમણ કરનાર સંન્યાસી આસપાસમાં ક્યાંક ઊતર્યો હતો. તે વૈદિક ધર્મશાસ્ત્રોમાં પારંગત હતો અને પોતે મહાન સંન્યાસી હતો. તે દરરોજ સંન્યાસીનો વ્યવહાર પાળતો હતો અને પરિણામે તેણે પૃથક્કરણ કરવાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને તે પરિસ્થિતિને સમજી શકતો હતો અને બ્રહ્મલોક સુધી દેવોના રહેઠાણોને પણ જાણતો હતો. તે બોલ્યો, “દેવનું આયુષ્ય 10,000 વર્ષનું હોય છે અને વધુમાં વધુ એક સાગરોપમા જેટલું હોય છે.’” આમ બોલીને તેણે અલાભિયાની શેરીઓમાં પરિભ્રમણ કરવાનું શરૂ કર્યું.
ગૌતમ ઇન્દ્રભૂતિ ભિક્ષા વહોરવા માટે બહાર ગયો હતો ત્યારે તેણે પુદ્ગલે જાહેર કરેલી વાત સાંભળી.
ત્યાર પછી ઇન્દ્રભૂતિ ગૌતમ ભિક્ષા વહોરીને જ્યારે પરત આવ્યો ત્યારે તેણે મહાવીરને પ્રશ્ન પૂછ્યો : ‘‘પૂજ્યશ્રી, એ સાચું છે કે બ્રહ્મલોકમાં દેવાનું આયુષ્ય દસ હજાર વર્ષ અને વધુમાં વધુ એક સાગરોપમા જેટલું છે?” મહાવીરે પ્રત્યુત્તર આપ્યો કે બ્રહ્મલોકમાં દેવોનું આયુષ્ય ઓછામાં ઓછું 10,000 વર્ષ અને વધુમાં વધુ તેત્રીસ સાગરોપમા જેટલું છે.”
પુદ્ગલને આની જાણ થઈ અને તેની પોતાની માન્યતામાં તેને શંકા જાગી અને પરિણામે તે જે જ્ઞાન ધરાવતો હતો તે અંગે (તેના મનમાં) શંકાનાં વાદળો પેદા થયાં. તેને ખાતરી થઈ કે તે ખોટો હતો.
તે મહાવીર પાસે ગયો અને તેમની પાસે આશ્રય મેળવ્યો. મહાવીરે તેને ઉપદેશ આપ્યો અને પુદ્ગલે યતિની પ્રતિજ્ઞાઓ લીધી અને યતિના વ્યવહારો દ્વારા તેમજ ધર્મગ્રંથોનો ઘણાં વર્ષો સુધી અભ્યાસ કરીને છેવટે મોક્ષ પામ્યો.
આ વખતે ચુલ્લશતક અને તેની પત્ની બહુલાએ પણ ગૃહસ્થ જીવનની પ્રતિજ્ઞાઓ લીધી. (સંદર્ભ : વસાવાશાનો)
(૧) માવતીશતળ ૧૩, ઉદ્દેશ દ્
(૨) હવ્વસાવાસાળો : એવી જ વાર્તા સિવાય કે અંતમાં તે મક્કમ રહી શક્યો નહીં અને તેના નિર્ણયમાંથી ચલિત થયો.
~ ૧૪૪ -