________________
સ્વરમાં અવાજ કરીને તે કામદેવ તરફ ધસ્યો, તેને તેની સૂંઢમાં ઉપાડ્યો, તેને નીચે ફેંક્યો અને એ મુજબ વારંવાર કરીને તેણે તેને મહાવ્યથા પહોંચાડી, પરંતુ તે વ્યર્થ ગઈ.
છેવટે તેણે એક બૃહદ્ નાગનું સ્વરૂપ ધારણ કર્યું અને તેને કરડ્યો - કિંતુ જ્યારે કામદેવ અવિચલિત રહ્યો ત્યારે દેવ ફરીથી પાછો પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યો અને તેને ક્ષમા આપવા માટેની યાચના કરી. દેવે નિવેદન કર્યું, “હું આ પ્રતિજ્ઞાઓની બાબતમાં તારી મક્કમતાની કસોટી કરવા માટે અહીં આવ્યો હતો. મેં તારી મક્કમતા અંગે ઘણું સાંભળ્યું હતું. તને વ્યથા પહોંચાડવા હું વિનંતીપૂર્વક માફી માગું છું.” આમ બોલીને તે અંર્તધ્યાન થઈ ગયો. - કામદેવે આ પ્રતિજ્ઞાઓનું વીસ વર્ષ સુધી પાલન કર્યું અને અંતમાં સાઠ દિવસ માટે પોતાની જાતે ઉપવાસ કરીને અવસાન પામ્યો અને તેનો દેવ તરીકે પુનર્જન્મ થયો. રાજર્ષિનું ધર્મપરિવર્તન :
મહાવીર જ્યારે ચમ્પામાં હતા ત્યારે રાજા ઉદયન કે જે સિંધુસોવીર વગેરેમાં રાજ્યો કરતો હતો તે જ્યારે તેના રાજ્યને રાજધાની વિટાભયમાં આવેલા પોતાના રાજમહેલમાં હતો ત્યારે તેણે પોતાની જાત સાથે વિચાર કર્યો, “જ્યાં મહાવીરે પરિભ્રમણ કર્યું છે તે જગ્યાઓ ધન્ય છે અને જેમણે તેમની નિશ્રામાં સંસારત્યાગ કર્યો છે તે વ્યક્તિઓ (પણ) ધન્ય છે.” અને તેણે મહાવીરની નિશ્રામાં સંસારત્યાગ કરવાની ઈચ્છા કરી. તેની પત્ની પ્રભાવતી તરફથી ઉપાલંભ મળતાં તેનામાં (ધર્મ પ્રત્યે) શ્રદ્ધા પેદા થઈ અને (સંસાર પ્રત્યેની) સૂગનું તેમાં ઉમેરણ થયું કે જેને પરિણામે તેનામાં (માનસિક) સંઘર્ષનો થાક ઉત્પન્ન થયો અને તેનામાં (સંસારત્યાગ કરવાની) આકાંક્ષા ઉદ્દભવી. (1)
તેનું ધર્મપરિવર્તન મહત્ત્વનું છે કારણ કે તેનું ધર્મપરિવર્તન (માનસિક) સંઘર્ષના થાકનું પરિણામ છે, જે વિજેતા સમક્ષ ઘણીવાર આવે છે. (2) તેના ધર્મપરિવર્તનની કથા :
સંદર્ભ : Jacobi's translation (collection) of Maharashtriyan tales.
- ૧૪૨ -