________________
અવસ્થામાં હતો, ત્યારે તેના મનમાં એક વિચાર ઉદ્ભવ્યો. ‘‘મહાવીરે જે જે જગ્યાએ પરિભ્રમણ કર્યું હતું તે ધન્ય છે, અને જે વ્યક્તિઓએ તેમની નિશ્રામાં સંસારત્યાગ કર્યો છે તેઓ ભાગ્યશાળી છે.” તેને મહાવીરનાં દર્શન કરવાની અને તેમની નિશ્રામાં સંસારત્યાગ કરવાની આકાંક્ષા જાગી. તેનું ભાગ્ય હશે કે, એવી સમયોચિત ક્ષણે એ જ વખતે મહાવીર ચમ્પામાં આવ્યા. મહાચંદ્ર તેમને મળ્યો અને તેમનું ધાર્મિક પ્રવચન સાંભળીને તેણે સંસારત્યાગ કરવાની ઈચ્છા જાહેર કરી. આમ બોલીને તે તેનાં માતાપિતા પાસે પાછો ગયો અને તેમની અનુમતિની યાચના કરી. જોકે તેણે મુશ્કેલીથી તેમની અનુમતિ પ્રાપ્ત કરી અને સંસારત્યાગ કર્યો.
તેણે પ્રતિજ્ઞાઓ લીધી કે જેમનું તેણે જીવનપર્યંત પાલન કર્યું. હવે તે જ મહાનગરમાં કામદેવ નામનો ગૃહસ્થ વસતો હતો. તેણે પણ ગૃહસ્થનાં બાર વ્રતો લીધાં અને જીવનપર્યંત તેમનું પાલન કર્યું. તે તેનાં વ્રતોમાં એટલો દૃઢનિશ્ચયી હતો કે તેને તેના સિદ્ધાંતોમાંથી કોઈ પણ ઈશ્વર પણ ચલિત કરી શકે તે શક્ય ન હતું.
ઉપરોક્ત કથનની સત્યતાનું સમર્થન કરતી એક વાર્તા જૈન ધર્મગ્રંથોમાં છે. વર્ષો પછી (કલ્યાણ વિજયના મત મુજબ લગભગ 20 વર્ષ પછી) જ્યારે મહાવીર ચમ્પામાં આવ્યા ત્યારે તેમણે આ જાણ્યું અને આ ગૃહસ્થને અભિનંદન આપ્યા અને તેમના શિષ્યોને તેના (તે ગૃહસ્થના) દૃષ્ટાંતને અનુસરવાની સલાહ આપી.
મહાચંદ્રની વાર્તા : (વસાવાસાગો) :
-
એક વખત જ્યારે કામદેવ ગૃહસ્થ તેની પ્રતિજ્ઞાઓમાં અડગ હતો, ત્યારે એક દેવ કે જેણે હજી સુધી તેનાં વિશે સાંભળ્યું ન હતું તે દુષ્ટ ખ્યાલો સાથે તેની સમક્ષ એક રાક્ષસના રૂપમાં ખડગ ખેંચીને પ્રગટ થયો અને તેને ધમકી આપતાં બોલ્યા, “હે કામદેવ ! તું અનિચ્છનીય(બાબતો) માટે ઇચ્છા કરે છે, જોતું તારી પ્રતિજ્ઞાઓનો ત્યાગ નહીં કરે તો, આ જ ક્ષણે હું તારા ટુકડેટુકડા કરી નાખીશ. તેથી તારું કરૂણ મૃત્યુ થશે.
ત્યાર બાદ તે દેવે તેને તલવારની મદદથી મહાવ્યથાઓ આપવા માંડી, પરંતુ તે તેને તેના નિશ્ચયમાંથી ચળાવી શક્યો નહીં.
તત્પશ્ચાત્ તેણે એક હસ્તિનું સ્વરૂપ ધારણ કર્યું અને તે વિજયોન્મત
~ ૧૪૧