________________
$
શાલિભદ્રની ભગિનીને જ્યારે આ વિદિત થયું ત્યારે તે અત્યંત દિલગીર થઈ અને વિલાપ કરવા લાગી. તેણીના પતિ ધન્યાએ પણ તેણીને કહ્યું કે આ રીતે યતિ બની જવું તે કોઈ પણના માટે યોગ્ય માર્ગ નથી. તેણી ગુસ્સે થઈ ગઈ અને તેને વળતું મહેણું માર્યું કે સંસારત્યાગ કરવો એ જો એટલું સહેલું હોય તો તેઓ શા માટે તેમ કરતા નથી ?
આવા શબ્દો સાંભળીને ધન્યા તરત જ મહાવીર કે જેઓ તે વખતે રાજગૃહમાં આવ્યા હતા તેમની પાસે ગયા અને તેણે સંસારત્યાગ કર્યો. જ્યારે શાલિભદ્રે આ અંગે જાણ્યું ત્યારે તેણે પણ સાંસારિક જીવનનો ત્યાગ કરીને યતિની પ્રતિજ્ઞાઓ લીધી.
આ ધન્ય ધનાભપ્ર જેમણે આકરી તપશ્ચર્યાઓ કરી હતી તે સૌમાં મોખરાનું સ્થાન ધરાવતો હતો. ચતુર્થ વર્ષાઋતુ : સત્તરમું વર્ષ :
વર્ષાઋતુ દરમ્યાન મહાવીરે રાજગૃહમાં વાસ કર્યો અને ત્યાં ચાતુર્માસ વ્યતીત કર્યા.
ચા તરફ :
મહાવીરે ચમ્પા તરફ પ્રયાણ કર્યું. ચમ્પામાં દત્તા નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને મહાચંદ્રકુમાર નામનો પુત્ર હતો, જે તેની પત્ની રક્તાવતીથી જન્મ્યો હતો. કુંવર મહાચંદ્રકુમારે ધર્મોપદેશનું શ્રવણ કર્યું અને ગૃહસ્થનાં બાર વ્રતો ધારણ કર્યાં.
મહાચંદ્રકુમાર સૌમ્ય, નમ્ર, સર્તનયુક્ત, તેની પ્રજામાં પ્રિય અને દેખાવમાં ખૂબસૂરત હતો. તેણે ઈન્દ્રભૂતિ ગૌતમનું ધ્યાન ખેંચ્યું. ઇન્દ્રભૂતિએ આ અંગે મહાવીરને નિવેદન કર્યું. મહાવીરે તેના પૂર્વજન્મનો સંદર્ભ તેની સમક્ષ વર્ણવ્યો.
મહાચંદ્રકુમાર અત્યંત-અત્યંત ઉદાર દિલ હતો. તેનાં દ્વાર સૌ માટે ખુલ્લાં હતાં અને તેને ત્યાંથી કોઈ પણ ખાલી હાથે પાછું ફરતું નહીં. તેનું રસોઈધર હંમેશાં અસ્વચ્છ રહેતું, અર્થાત્ કોઈ પણ સમયે એક અથવા બીજા લોકોએ તાત્કાલિક ભોજન કર્યું જ હોય અને રસોઈઘર સ્વચ્છ કરવામાં આવે કે તરત જ બીજા કોઈક (ત્યાં ભોજન માટે) આવેલા જ હોય. એક વખત જ્યારે તે મોડી રાત સુધી કોઈ ધાર્મિક હેતુ માટે જાગૃત
~980~