________________
(આ કથા અત્યંત લાંબી હોવાથી અને વર્ણવી નથી.)
ચપ્પાથી મહાવીર અત્યંત લાંબા માર્ગે વિટાભયા ગયા કારણ કે તેમને આંતરિક નિમંત્રણ મળ્યું હતું.
તેના ઉદયનના) ધર્મપરિવર્તન પછી મહાવીરે વાણિજ્યગ્રામ તરફ પ્રયાણ કર્યું. તેઓ જ્યારે વિટાભયાથી વાણિજ્યગ્રામ તરફ આગળ વધતા હતા ત્યારે માર્ગમાં તેમને તલનાં ગાડાં મળ્યાં. માર્ગ લાંબો હતો, યાત્રીઓ નાજુક હતા, સૂર્ય ઉપરથી દઝાડતો હતો, બધા જ અત્યંત તરસ્યા થયા હતા. (ગાડાંના) માલિકોએ સ્વેચ્છાપૂર્વક તેમને તલ આપ્યા, પરંતુ મહાવીરે તલ સ્વીકારવાની ના પાડી. તેમણે આમ શા માટે કર્યું ? તલમાં જીવતા કીડા છૂપાયેલા હતા અને તેથી તે યતિના ઉપયોગ માટે અયોગ્ય બની ગયા હતા. તલના છોડ તો કોઈ જીવિત પ્રાણી વગરના હતા પરંતુ આ બધી બાબતો સામે અડગ રહીને (ગાડાંના) માલિકોની કરૂણાથી પ્રેરાઈને સમયોચિત આપેલી ભિક્ષા સ્વીકારવાની મહાવીરે ના પાડી કારણ કે તેમણે વિચાર્યું કે તલ કે જે નિર્જીવ હતા તેનો તેઓ (આજે) સ્વીકાર કરશે તો તેમના શિષ્યો (તમાં જીવડાં હોવાથી) સજીવ હશે તો પણ તલ સ્વીકારવાની (તેમની) અનુમતિ છે એમ માનશે અને તેઓ તેમનો ઉપયોગ કરશે. આ જ કારણથી તેમણે તેમના શિષ્યોને માર્ગમાં આવતા સરોવર કે જે નિર્જીવ હતું તેમ છતાં પણ તેમાંથી જળ લેવાની અનુમતિ આપી નહીં. (1) પાંચમી વર્ષાતુ :
આ કઠિન માર્ગે મહાવીર વાણિજ્યગ્રામ પહોંચ્યા અને ત્યાં તેમણે વર્ષાઋતુ વ્યતીત કરી. અઢારમું વર્ષ : બનારસ તરહ :
મહાવીર તેમની વિજયીકૂચના માર્ગે બનારસ તરફ આગળ વધ્યા. ત્યાં રાજાજિયશત્રુ દ્વારા તેમનો અત્યંત આદરપૂર્વક સત્કાર કરવામાં આવ્યો. મહાવીરે તેમના રિવાજ મુજબ ત્યાં લોકોને ઉપદેશ આપ્યો. તેમનામાંથી જેમણે ધર્મપરિવર્તન કર્યું તેઓ ચુલારીપિત (2), તેની પત્ની શ્યામા અને સુરદેવ તથા તેની પત્ની ધન્ય હતાં. રાજગૃહ તરફ :
મહાવીરે ત્યાર પછી રાજગૃહ તરફ પ્રયાણ કર્યું અને માર્ગમાં તેમણે
- ૧૪૩ -