________________
મહાવીર રાજગૃહ આવ્યા અને શંકાતિ, કિણકર્મ, અર્જુન અને કશ્યપને તેમના સંઘમાં પ્રવેશ આપ્યો.
છઠ્ઠી વર્ષાઋતુ : 19મું વર્ષ :
મહાવીર આ વર્ષાઋતુ દરમ્યાન રાજગૃહમાં રહ્યા. તેમણે રાજવંશીઓ અને (સામાન્ય) લોકો પર મહત્તમ પક્કડ કેવી રીતે જમાવી ? શ્રેણિક તેની શ્રદ્ધા અને પૂજ્યશ્રી સાથે ગાઢ પરિચય વિકસાવતો હતો. એક વખત જ્યારે તે મહાવીરની બાજુમાં બેઠો હતો ત્યારે (કમરેથી) વાંકો વળી ગયેલો કુષ્ટરોગથી પીડાતો એક વૃદ્ધ માણસ મહાવીર પાસે આવ્યો અને તેના ચરણો પાસે બેસી ગયો. કુષ્ટરોગીએ મહાવીરના ચરણોને પરુથી ખરડવાનું શરૂ કર્યું. આથી રાજા ક્રોધિત થયો, કિંતુ આદરણીય શાંત અને સ્વસ્થ હતા. એવામાં જ ભગવાનને છીંક આવી, (ત્યારે) કુષ્ટરોગીએ તેમને કહ્યું : ‘‘તમે તાત્કાલિક અવસાન પામો.' થોડીકવાર પછી રાજાને છીંક આવવી અને કુષ્ટરોગી બોલ્યો, ‘‘રાજા ઘણું જીવો.” જ્યારે અભયકુમારને છીંક આવી ત્યારે તે બોલ્યો, ‘‘તમે જીવો કે મરો.'' ચંડાલને છીંક આવી (ત્યારે) તે બોલ્યો, ‘“તમે મરો પણ નહીં અને જીવો પણ નહીં.''
આવા વિચિત્ર વર્તનથી રાજાને આશ્ચર્ય થયું. પૂજ્યશ્રીએ તે શબ્દોનો શું અર્થ થાય તેનું તેની (રાજાની) સમક્ષ વર્ણન કર્યું, ‘‘તમે તાત્કાલિક મરણ પામો.” એવું તે બોલ્યો કારણ કે હું મારા મૃત્યુ પછી નિર્વાણ પામવાનો છું. તેથી મૃત્યુ એ મારા માટે ઈચ્છનીય છે. તારા કિસ્સામાં તું મૃત્યુ પછી નરકમાં જવાનો છે અને તેથી મૃત્યુ તારા માટે ઈચ્છનીય નથી અને તેથી તે બોલ્યો, ‘‘રાજા ઘણું જીવો.’’ અભયકુમારના કિસ્સામાં મૃત્યુથી કોઈ જ ફરક પડતો નથી. મૃત્યુ પછી પણ તે શુભ પુનર્જન્મ પામવાનો છે. તેથી કુષ્ટરોગી બોલ્યો, ‘‘તમે જીવો કે મરો.” પરંતુ ચંડાલના કિસ્સામાં તેના જીવન કે તેના મૃત્યુની કોઈ જ કિંમત (મહત્વાકાંક્ષા) નથી અને તે બંને તેને ખરાબ પરિણામો તરફ જ દોરી જશે.
તેની પોતાની મંજિલ વિશે જાણીને શ્રેણિક અત્યંત નિરાશ થઈ ગયો, પરંતુ હજી તે દુન્યવી મોજમઝાથી મુગ્ધ થયેલો હતો અને તેને છોડી શકતો ન હતો. મહાવીરે તેને દિલાસો આપ્યો કે ભવિષ્યમાં તે પોતે પણ તીર્થંકર બનવાનો છે.
~ ૧૪૫ -