________________
વર્ણવ્યો. (ભગવતીશતક છઠ્ઠ, ઉદ્દેશક 7)
આ વખતે શાલિભદ્ર અને ધન્યાનું ધર્મપરિવર્તન કરાવ્યું અને તેમણે સાધુજીવનની પ્રતિજ્ઞા લીધી.
શાલિભદ્ર અને ધન્યાની જીવનકથા : શાલિભદ્ર અને ધન્યાનાં ધર્મપરિવર્તનો તદન વાસ્તવિક અને નોંધ લેવા યોગ્ય હતાં કારણ કે તેઓ એ હકીકતનું પ્રતિનિધિત્વ કરે છે કે જે લોકો સંસારત્યાગ કરતા હતા તેઓ તેમની દરિદ્રતાને કારણે જ માત્ર તેમ કરતા ન હતા. તે પૈકીના કેટલાક એશઆરામની ખાધેપીધે અતિશય સુખી અને આરામ-ચેનની જિંદગી જીવતા હતા, પરંતુ તેનાથી કંટાળીને અને આ દુન્યવી જીવનનાં બંધનો અંગે ભાન થવાથી તેમજ તે અંગે સૂગ ઉપજવાથી તેમણે સંસારત્યાગ કર્યો. (તેને મોગ્ગાલાણાના ધર્મપરિવર્તન સાથે સરખાવો. - બૌદ્ધ દંતકથાઓના $946 318201 Fluid 2 - Burlinghame)
રાજ્યગૃહમાં ધનવાન વ્યાપારી રહેતો હતો, જેનું નામ ગોભદ્ર હતું. તેની પત્નીનું નામ ભદ્રા હતું.
ગોભદ્ર અને ભદ્રાથી જન્મેલા તેમના પ્રિય પુત્રનું નામ શાલિભદ્ર હતું. તે જ્યારે ઉંમરલાયક થયો ત્યારે તે ગુણસંપન્ન અને સૌંદર્યવાન એવી બત્રીસ કન્યાઓને પરણ્યો.
શાલિભદ્ર અતિશય-અતિશય શ્રીમંત હતો અને તેની પત્નીઓ સાથે સદાકાળ એશઆરામભર્યું જીવન માણતો હતો. તેના અતિશય ધનવાન હોવા અંગે એક આડવાર્તા છે. આડવાર્તા :
એક વખત કોઈ વિદેશી ભૂમિ પરથી કેટલાક વ્યાપારીઓ શ્રેણિક રાજાને રત્નકંબલો વેચવા માટે આવ્યા. પરંતુ શ્રેણિક તે ખરીદવા માટે અત્યંત મોંઘા લાગ્યા. વ્યાપારીઓ નિરાશ થઈ ગયા હતા અને તેઓ રસ્તે જતાં જ્યારે આ શ્રીમંત મહિલા ભદ્રાના નિવાસ પાસે આવ્યા ત્યારે તેણીએ આ રત્નકંબલો જોયા અને તે બધા જ રત્નકંબલો તેણીએ ખરીદી લીધા. હવે જ્યારે વેપારીઓ પાછા ફરતા હતા ત્યારે રાણી ચેલણાએ તેણીને માટે કંઈ નહીં તો છેવટે એક રત્નકંબલ ખરીદવા માટે રાજાને મનાવ્યા. રાજાએ વ્યાપારીઓને બોલાવ્યા, કિંતુ તેમણે બધા જ રત્નકંબલો વેચાઈ ગયા હોવાનું
- ૧૩૮ -