________________
સૌપ્રથમ ગર્ભાધાન થયું હતું અને તેથી તેમની માતા હતી. એમાં કોઈ જ અચરજ નથી કે તેણી તેમના માટે આ પ્રકારનો સ્નેહ પ્રદર્શિત કરે.
મહાવીરે સભાને સંબોધન કર્યું અને ઋષભદત્ત અને દેવનંદાનું ધર્મપરિવર્તન કરાવ્યું. ઋષભદત્ત અને દેવનંદાએ યતિની પ્રતિજ્ઞા લીધી અને આ પ્રતીક્ષાઓનું ઘણાં વર્ષો સુધી પાલન કરીને જીવ્યાં.
મહાવીરની પુત્રી પ્રિયદર્શન અને તેના પતિ જમાલિએ પણ ગૃહસ્થ જીવનનો ત્યાગ કર્યો. દ્વિતીય વર્ધાતુ :
મહાવીરે તેમની દ્વિતીય વર્ષાઋતુ વૈશાલીમાં વ્યતીત કરી. પંદરમું વર્ષ : વત્સભૂમિ તરફ :
નગરો, જનપદો અને મહાનગરોમાં ઘૂમતા મહાવીર થોડાક જ સમયમાં કૌશામ્બીમાં આવ્યા અને ત્યાં ચંદ્રાવતરણ (ચંદ્ર નીચે ઊતરી આવ્યા હતા તે જગ્યા) મંદિરમાં રહ્યા.
એ વખતે ઉદયન ત્યાંનો રાજા હતો પરંતુ તે સગીર હોવાથી અમાત્યોની મદદથી તેની માતા મૃગાવતી રાજ્યકારોબાર ચલાવતી હતી.
ઉદયનના જનક શતાનિક અવસાન પામ્યા હતા, પરંતુ ઉદયનની ફોઈ એટલે કે શતાનિકની બહેન ત્યારે જીવિત હતી અને તેણીએ જૈનધર્મના ચુસ્ત અનુયાયી તરીકેની નામના પ્રાપ્ત કરી હતી. તેણીનું નામ જંયતિદેવી
હતું.
જ્યારે મહાવીર કૌશામ્બીમાં આવ્યા ત્યારે મૃગાવતી, ઉદયન અને જયંતિ બધાં જ મહાવીરનો ધર્મોપદેશ સાંભળવા ગયા.
મહાવીરે આ લોકોને ધર્મોપદેશ આપ્યો અને તેઓ સંતુષ્ટ અને આનંદિત થયા.
જ્યારે સભા પૂર્ણ થઈ ત્યારે મહાવીર જયંતિદેવી સાથે ચર્ચા કરી. તેમને પૂછવામાં આવેલા સર્વે પ્રશ્નોના મહાવીરે ઉત્તરો આપ્યા. તેણી આ ઉત્તરોથી અત્યંત આનંદિત થઈ ગઈ અને તેમના સંપ્રદાયમાં પ્રવેશ આપવા માટે યાચના કરી. જયંતિના પ્રશ્નો : (1) કેવી રીતે અને શાના લીધે પ્રાણીઓ વ્યથિત કે ભારે બને છે?
- ૧૩૬ -