________________
સુધી તેણે વ્રતોનું પાલન કર્યું. અભયકુમાર :
અભયકુમારે જોકે સંસારત્યાગ કર્યો ન હતો, પરંતુ ગૃહસ્થજીવનની બાર પ્રતિજ્ઞાઓનું પાલન કર્યું હતું. પ્રથમ વર્ષાઋતુ :
મહાવીરે રાજગૃહમાં વર્ષાઋતુ પસાર કરી. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછીની તેમનું આ પ્રથમ ચોમાસું હતું. ચૌદમું વર્ષ : વિદેહ તરફ :
માન-આદર પ્રાપ્ત કર્યા પછી મહાવીર તેમની જગ્યાએ પાછા આવ્યા. વિદેશોમાં વર્ષો સુધી પરિભ્રમણ કર્યા પછી તેમનાં પગલાં સ્વગૃહે પડ્યાં હશે ત્યારે તેમનું હૃદય ધર્યું હશે.
મહાવીર બ્રાહ્મણકુંડમાં બહુશાલા વાટિકામાં રહ્યા. (બ્રાહ્મણકુંડ એ દક્ષિણ વિદેહનું ઉપનગર હતું.) તેઓ અને તેમની જન્મભૂમિ ક્ષત્રિય કુંડગ્રામથી નજીક હતા. તેમના આગમના સમાચાર બધે પ્રસરી ગયા. લોકો આસપાસમાંથી બહુશાબામાં એકઠા થવા માંડ્યા. મહાવીરે સભાને ધર્મોપદેશ આપ્યો. બહુશાલામાં જેઓ એકત્રિત થયા તેઓમાં ઋષભદત્ત, જમાલિ અને દેવનંદા મુખ્ય હતાં.
ઋષભદત્ત એક ખ્યાતનામ વિદ્વાન બ્રાહ્મણ હતો, કે જે તેની પત્ની દેવનંદા સાથે બ્રાહ્મણકુંડમાં વસતો હતો. મહાવીરના આગમન અંગે સાંભળીને તેઓ અત્યંત ખુશ થઈ ગયાં. તેઓ બંને આદરણીયને સાંભળવા માટે ગયા.
મહાવીરને જોઈને દેવનંદા અત્યંત આનંદિત થઈ ઊઠી અને આંખો વિસ્ફારિત કરીને મહાવીર સામે અનિમેષ નજરે જોઈ રહી. તેણી તેમના પરથી પોતાનાં ચક્ષુઓ હટાવી શકી નહીં. જેવું તેણીએ તેમની સામે જોયું કે તરત જ માતૃત્વની લાગણીથી તેની છાતીમાંથી દૂધ ઊભરાવા માંડ્યું. ઇન્દ્રભૂતિ ગૌતમની દૃષ્ટિમાંથી આ બાબત છટકી શકી નહિ અને તેણે મહાવીરને જે સ્ત્રી તેમને માટે અજાણી હતી તેના પક્ષે આવું વલણ દર્શાવવા માટે ખુલાસો કરવા મહાવીરને તેણે પૂછ્યું.'
મહાવીરે તેને કારણ દર્શાવ્યું કે તેઓનું આ સ્ત્રીના ગર્ભાશયમાં
- ૧પ૦