________________
અને શિષ્ટાચાર અનુસાર તેમને જમણી બાજુએ રાખીને તેમની પ્રદક્ષિણા કરી. આ બધી ઔપચારિકતા પૂર્ણ કરીને તેણે પોતાનું આસન ગ્રહણ કર્યું. તેણે પોતાના પિતા અને બંધુઓ, નંદિસેન અને અભયકુમારને પણ ત્યાં બિરાજમાન થયેલા જોયા.
પૂજ્યશ્રીએ તેમની પોતાની લાક્ષણિક રીતે સભાને સંબોધિત કરી. તેમણે મનુષ્યજન્મની વિરલતા અને મોક્ષપ્રાપ્તિમાં તેનું મહત્ત્વ વર્ણવીને શ્રોતાઓ પર (ગાઢ) અસર પેદા કરી. તેમણે ધ્યાનાકર્ષક ઉપમાઓનો અને પ્રસંગકથાઓનો આધાર લઈને તેમણે પોતાની વાત લોકોના મનમાં ઠસાવી.
મેઘકુમાર ધર્મોપદેશનું શ્રવણ કરીને સંતુષ્ટ અને આનંદિત થયો. તે એટલો બધો આનંદિત થયો કે જાણે તેને બધું જ સ્પષ્ટ થઈ ગયું હોય. તેણે મહાવીરને અત્યંત આદરપૂર્વક નમન કર્યા અને તેમના સંપ્રદાયમાં પોતાને પ્રવેશ આપવા માટે યાચના કરી.
મહાવીરે તેને કહ્યું કે તેને આનંદ થાય એમ તે કરે અને રથ ઉપર ચઢીને ઉતાવળે તેનાં માતાપિતા તરફ તેમને આ શુભ વર્તમાન આપવા અને તેમની અનુમતિ પ્રાપ્ત કરવા માટે ધસી ગયો.
હવે એક માતા અને તેના પ્રિય પુત્ર વચ્ચે અત્યંત વિલક્ષણ સંવાદો થયા.
પુત્ર પૂજ્યશ્રીના ઉપદેશોથી અભિભૂત થઈને સંસારત્યાગની અનુમતિ આપવા માટે યાચના કરતો હતો અને તાર્કિક અને પ્રતીતિજનક દલીલો દ્વારા પોતાની) માતાને પોતાની વાત) દઢપણે ગળે ઉતારવાનો પ્રયત્ન કરતો હતો.
બીજી બાજુ માતા તેના પ્રિય પુત્ર પ્રત્યેની લાગણીઓને લીધે વિચલિત થઈ ગઈ હતી અને દિલગીરી પૂર્વક વિલાપ કરીને અને મનને પિગળાવે એવી રીતે વિનંતી કરીને તેના નિર્ણયથી પુર્નવિચારણા કરવા માટે કહેતી હતી.
આવા સંવાદો જ્યારે પણ ઉભવે છે ત્યારે તેમની પાર્શ્વભૂમિકા એકસમાન જ હોય છે. તે માત્ર દુઃખદ જ હોતા નથી, પરંતુ કાવ્યના સ્વરૂપવાળા પણ હોય છે. કોઈના પણ હૃદયને પીગળાવવા માટે તેઓ ભાગ્યે જ નિષ્ફળ જાય છે.
આ રીતે પોતાની માતાના મનનું સમાધાન કરીને સંસારત્યાગ કર્યો.
- ૧૩૩ -