________________
હતા અને તેમને કોઈ ખાસ મુશ્કેલી પડતી ન હતી.
*મિલિન્દ જેવા ઘણા ઓછા રાજાઓ હતા કે જેઓ ધર્મની બાબતમાં ઊંડી ડૂબકી લગાવતા હતા, જુદા જુદા ધર્મોપદેશકોના ઉપદેશોમાં સામ્ય અને તફાવત શોધતા હતા. બિંબિસારે પણ બંને ધર્મો પ્રત્યે શ્રદ્ધા જાહેર કરી હતી અને તેમને આશ્રય આપ્યો હતો. * અનિદ્રાન્ના – Questions of king Milinda.
હવે આપણે બે મહત્ત્વનાં ધર્મપરિવર્તનો થયાં હતાં, જે મેઘકુમાર અને નંદીસેનનાં હતાં તે તરફ ધ્યાન કેન્દ્રિત કરીશું. મહાવીરના ધાર્મિક ઉપદેશક તરીકેના ત્રીસ વર્ષના પરિભ્રમણ દરમ્યાન ઘણાં બધાં ધર્મપરિવર્તનોનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
એમ કહેવામાં જરાય) અતિશયોક્તિ નથી કે આ ત્રીસ વર્ષના પરિભ્રમણની વાર્તા એ કેવળ ધર્મપરિવર્તનોની વાર્તા છે.
આપણે અત્યંત મહત્ત્વનાં અને વિશિષ્ટ ધર્મપરિવર્તનોની નોંધ લઈશું કારણ કે તે ધર્મોપદેશકની તેમના શિષ્યો ઉપરની પકડનો નિર્દેશ કરે છે.
અને તેમની ધર્મોપદેશક તરીકેની સ્થિતિનું મૂલ્ય આંકતી વખતે આ ધર્મપરિવર્તનો આપણા માટે અત્યંત ઉપયોગી બનશે. મેઘકમારનું ધર્મપરિવર્તન :
જ્યારે મહાવીર રાજગૃહ આવ્યા ત્યારે શ્રેણિક બિંબિસારનો ધારિણીદેવીથી જન્મેલો પુત્ર મેઘકુમાર તેના રાજમહેલમાં દુન્યવી જીવનની બધી જ મોજમઝાઓનો આનંદ માણતો હતો.
તેણે તેના રાજમહેલની બારીમાંથી ઘણી મોટી સંખ્યામાં લોકોનું ટોળું અત્યંત ઉતાવળથી મહાવીરનાં દર્શન કરવા માટે જતું જોયું. મેઘકુમારે પોતાની દાસીને પૂછ્યું કે તે દિવસે કયું પર્વ હતું.
દાસીએ ઉત્તર આપ્યો કે એક મહાન યતિ (ત્યાં આવ્યા હતા અને લોકો તેમનો ધર્મોપદેશ સાંભળવા માટે ધસારો કરતા હતા.
મેઘકમાર પણ જ્યાં મહાવીર બિરાજમાન હતા તે જગ્યાએ ગયો. દૂરથી મહાવીરને જોઈને તે તેના ચાર ઘંટડીઓવાળા શ્રેષ્ઠ રથમાંથી નીચે ઊતર્યો અને પગે ચાલીને મહાવીર પાસે ગયો. તેણે તેમને આદર આપ્યો
- ૧૩૨ -