________________
તેથી તેનું તેટલે અંશે આ જ દિવસ સુધી અસ્તિત્વ ટકી રહ્યું છે.)
પ્રત્યેક કક્ષાનું આગળ પણ પેટાવિભાજન કરવામાં આવ્યું છે, અને સ્ત્રીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
જૈન ધર્મ એવા ધર્મો પૈકીના એક નથી કે જેમાં સ્ત્રીઓથી દૂર રહેવામાં આવે છે અને તેમને ધિક્કારવામાં આવે છે. અને પરિણામે તે માત્ર પુરુષો માટેનો જ ધર્મ નથી. પ્રથમ વિભાગમાં પણ સાધ્વીઓ માટેની વ્યવસ્થા હતી અને સામાન્ય અનુયાયીઓની દ્વિતીય વિભાગમાં પણ સ્ત્રીઓ માટેની વ્યવસ્થા હતી. ચન્દના :
ત્યાર બાદ મહાવીરે રાજગૃહ તરફ પ્રયાણ કર્યું. તે વખતે શ્રેણિક બિંબિસાર ત્યાંનો રાજા હતો. તેને ઘણી રાણીઓ હતી. જૈન અને બૌદ્ધ સોતો દ્વારા આપણા માટે જાણીતી રાણીઓ ધારિણી, નંદા, ચેલણા, ભદ્રા, કોશલ દેવી વગેરે હતી.
(1) બૌદ્ધ સ્ત્રોતો અનુસાર નંદા ભદ્ર નામના એક ધનિક વ્યાપારીની પુત્રી હતી.
(હું માનું છું કે ભદ્રા અને નંદા એક જ હોવી જોઈએ. તેના પિતા (ભદ્ર)ના નામ ઉપરથી તેની દીકરી ભદ્રા નામે ઓળખાતી હોવી જોઈએ.) તેણે અભય નામના પુત્રને જન્મ આપ્યો.
ચેલણા એ ચેટકની પુત્રી હતી. તે વૈશાલીના રાજા ચેટકને ત્યાં જન્મેલી સાત પુત્રીઓ પૈકીની એક હતી. બીજી પુત્રીઓ પ્રભાવતી, પદ્માવતી, મૃગાવતી, શિવા, જયેષ્ઠા અને શ્રીજયેષ્ઠા હતી.
પ્રભાવતીનાં લગ્ન સિંધુસોવીરના રાજા ઉદયન સાથે થયાં હતાં.
(एत्थन्तरे आगया तत्थ उदायणस्स रभो महादेवी चेडगस्स घूया Harta Collares - Jacobi's collection of Maharashtri tales).
પદ્માવતીનાં લગ્ન અંગદેશના રાજા સાથે થયાં હતાં. તેનું નામ દધિવાહન હતું. મૃગાવતી કોસામ્બીની રાણી હતી અને શતાનિકની પત્ની હતી. શિવા ઉજ્જૈનના રાજા પ્રદ્યોતની પત્ની હતી.
જયેષ્ઠા મહાવીરના વડીલબંધુ નંદીવર્ધનને પરણી હતી.
= ૧૩૦