________________
ગોસાલાનું અભિવાદન.)
આવા ઉપદેશક ઉપર તે ફરજરૂપે રહેલું છે કે તેનામાં આપત્તિઓને નિવારવા માટેની શક્તિ હોવી જોઈએ. તે નક્કી કરવાની તેની ફરજ છે કે પ્રત્યેક વ્યક્તિગત કિસ્સાના સંકટ સામે આવી શક્તિને વાપરવી યોગ્ય છે કે નહીં.
બધાથી ઉપર તે પોતે લોકોનો આદરણીય બનવો જોઈએ અને માન મેળવવાને લાયક હોવો જોઈએ. તેનું મન, તેની વાણી અને તેનાં કર્મોનો પરસ્પર એવો શ્રેષ્ઠ સુમેળ હોવો જોઈએ કે જેથી તે લોકોનો પ્રેમ સંપાદન કરે એટલું જ નહીં, પરંતુ તેમની પૂજાને પાત્ર બને.
એમ કહેવું જરૂરી નથી કે મહાવીર આવા સર્વે ગુણો ધરાવતા હતા.
મહાવીરે ચાર પ્રકારના ધાર્મિક અનુયાયીઓની ધાર્મિક સંપ્રદાય સ્થાપી. તેમની વ્યવસ્થામાં બે કલાઓ અને બે વિભાગો હતા. બે કલાઓમાં પ્રથમ શિષ્યો અને દ્વિતીય સામાન્ય અનુયાયીઓ હતા.
શિષ્યો માટે સંસારનો ત્યાગ કરવો અને શિષ્ય માટેની પૂર્વનિર્ણિત નિયમોની કેટલીક આચારસંહિતાનું પાલન કરવું આવશ્યક હતું. તેણે આ માટેની પ્રતિજ્ઞાઓ લેવી પડતી.
ઘડવામાં આવેલા નિયમો કદાચ અત્યંત કડક હતા જે જમાલી દ્વારા સમર્થિત કરવામાં આવેલા હતા. (તેની માતાના શબ્દો દ્વારા કે તે ગુલાબની પથારી નથી વગેરે.) અને એટલે અંશે તે બધાને માટે અને વિવિધ પ્રકારના લોકો માટે યોગ્ય ન હતા. કડક નિયમોને એવા લોકો માટે હળવા બનાવવા આવશ્યક હતા કે જેઓ મહાવીરના સિદ્ધાંતના સત્યથી પરિતુષ્ટ હતા, પરંતુ તેઓ એકંદરે ગૃહત્યાગ કરવા માટે તેમજ બેડીઓને તોડવા માટે સક્ષમ ન હતા. આવા ગૃહસ્થો (શ્રાવકો) માટે થોડાક ઓછા કડક નિયમો નક્કી કરવામાં આવ્યા હતા. (જેવા કે પાંચ અનુવ્રતો અને સાત શિક્ષાવ્રતો.)
તે એક વ્યવસ્થા હતી કે દ્વિતીય વર્ગના લોકો (શ્રાવકો)ને પ્રથમ વર્ગ (યતિઓ)ના પોષક તરીકે વર્તવાનો આદેશ આપવામાં આવ્યો હતો. યતિઓ સામાન્ય ભક્તજનોને ઉપદેશ આપતા હતા અને તેના બદલામાં પછીના (દ્વિતીય વર્ગના - શ્રાવકો) તેમની આવશ્યકતાઓ પૂરી પાડતા હતા. (બ્રાહ્મણધર્મ કરતાં જૈનધર્મ આ જ મુદ્દામાં જુદો પડે છે અને