________________
પોતાની શ્રેષ્ઠતા પ્રતિપાદિત કરી હતી. તે ત્યાં ગયો, પરંતુ જેવું તેણે મહાવીરના કરચલી વગરના, શાંત, સ્વસ્થ, જ્ઞાનના પ્રકાશથી ચમકતા વદન ભણી જોયું ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો અને મહાવીરે જ્યારે તેને તેના નામથી સંબોધન કર્યું ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો. પરંતુ આનાથી તેને ઝાઝો સંતોષ થયો નહીં કારણ કે તેણે વિચાર્યું કે તે પોતે ખ્યાતનામ વિદ્વાન બ્રાહ્મણ છે અને તેથી જ મહાવીર તેના વિશે જાણતા હોવા જોઈએ, જો તેઓ તેના મનમાં ઘણા સમયથી ભરાઈ રહેલી શંકાનું સમાધાન કરે તો જ માત્ર તે યોગ્ય થશે. તેણે આ રીતે વિચાર્યું કે તરત જ મહાવીરે તેને આ પ્રમાણે સંબોધન કર્યું, “હે ગૌતમ, તારા મનમાં આત્માના અસ્તિત્વ વિશેની શંકા ભરાઈને બેઠી છે, પરંતુ ગૌતમ, હું તને કહું છું કે આત્માનું અસ્તિત્વ છે અને કેટલાંક લક્ષણો દ્વારા તે પોતે તેને પ્રગટ કરે છે. વિત્ત, વૈતન્ય, વિજ્ઞાન, સંજ્ઞા). આ આત્માને સારું અને નરસું કશું જ વળગતું નથી. બલિદાન સહિત ગુણવત્તાયુક્ત બર્ધા જ (ધાર્મિક) કાર્યો કરવાં તે બુદ્ધિયુક્ત નથી.”
પરમજ્ઞાનીના મુખમાંથી ઉચ્ચારાયેલા શબ્દો જેવા તેણે સાંભળ્યા કે તરત જ તે ગૌતમ ઈન્દ્રભૂતિના હૃદય સોંસરા ઊતરી ગયા અને તેના હૃદયમાં ઊંડે રહેલા અભિમાનને તેમણે જડમૂળથી ઉખાડી નાખ્યું. ગૌતમનું હૃદય પરિવર્તન થયું અને તે પછી તે હંમેશ માટે મહાવીરના એકનિષ્ઠ શિષ્ય તરીકે રહ્યો.
ઇન્દ્રભૂતિનો કનિષ્ઠ બંધુ અગ્નિભૂત આવા ધર્મપરિવર્તનથી અત્યંત ક્રોધિત થયો અને તેને પરત લાવવા માટે મહાસેના વાટિકા તરફ ચાલી નીકળ્યો. તેની શંકાને નિર્મળ કરવામાં આવી અને તેનું પોતાનું પણ હૃદય પરિવર્તન થયું અને એ જ પ્રમાણે તેના કનિષ્ઠ બંધુ વાયુભૂતિનું પણ થયું. તે જ રીતે મહાવીરે બધા જ અગિયારેય વિદ્વાન બ્રાહ્મણોનું તેમના શિષ્યો સહિત એકી સાથે તેમની શંકાઓનું સમાધાન કરીને ધર્મપરિવર્તન ક્યું.
અને હવે આપણે મહાવીરના પ્રથમ ઉપદેશ ઉપર આવીએ. પરંપરાનો આભાર માને છે :
આ પ્રથમ ધાર્મિક પ્રવચન ચોક્કસ પરિભાષામાં આપણા સુધી પહોંચ્યું છે. પોતાના નિશ્ચયપૂર્વકના કથનના આધારરૂપે તે જણાવે છે કે “આવશ્ય નિશ્વિમાં તીર્થકર સર્વપ્રથમ ધર્મોપદેશ આપે છે તેનો નિર્દેશ કરેલો છે,
- ૧૦૦ -