________________
દેવો પણ ઈર્ષ્યા કરતા હતા. એ તદ્દન ખરું લાગે એમ છે કે તેઓ (દેવો) પણ તે વ્યક્તિને અંજલિ આપતા હતા કે જે દેવો અને મનુષ્યોથી ઉપર (ની કક્ષાએ) હતા. પરંતુ એ રીતે ચોક્કસપણે નહીં કે જે રીતે જીવનચરિત્રકારોએ તેની રજૂઆત કરી છે.
પરાકાષ્ઠાની યાતનાઓથી ચલિત નહીં થયેલા અને લોકોની) ઉપાસનાથી પ્રફુલ્લિત નહીં થયેલા એવા મહાવીરે તેર વર્ષ સુધી (12 વર્ષ છ મહિના અને 15 દિવસ) તપ કરીને અને હંમેશાં ધ્યાનમાં રત રહીને સંઘર્ષ કર્યો. તેમણે પોતાની જાતની નીચલી કક્ષાને જીતી લીધી. પરંતુ તેમની જાતની ઉપલી કક્ષા અંતમાં ખૂબ આનંદિત હતી અને તેમણે તે કેવળજ્ઞાન, સર્વજ્ઞતા પ્રાપ્ત કરી હતી કે જેને માટે તેમણે આ બધી જ મુશ્કેલીઓ સહન કરી હતી.
- કેવળી વિહાર હવે આપણે હવે પછીનાં ત્રીસ વર્ષ સુધીના મહાવીરના પરિભ્રમણ તરફ વળીશું. હવે તેઓ સર્વશતા પ્રાપ્ત કરવા માટે સખત પરિશ્રમ કરતા અજ્ઞાન યતિ રહ્યા ન હતા. તેમણે મહામાનવ (પાસે જ હોય એવું)નું જ્ઞાન મેળવ્યું હતું કે જેને લીધે બધી જ બાબતો તેમને માટે સર્વે દિશાઓથી પારદર્શક, સ્પષ્ટ અને સૂક્ષ્મભદદર્શક બની ગઈ હતી.
હવે તેમનું કર્તવ્ય તેમણે આ જ્ઞાન (અન્યને) આપવાનું અને જેઓ ધર્મના રહસ્યમય અરણ્યમાં માર્ગ ભૂલેલા હોય તેમને પથ દર્શાવવાનું હતું. તેમના જ્ઞાનના ઉજાસમાં મહાવીર અંધાધૂંધીમાંથી સુવ્યવસ્થા તરફ દોરી જતો માર્ગ જોઈ શકતા હતા, પરંતુ તેનો લોકોને ઉપદેશ આપવો એ કાર્ય મુશ્કેલીઓથી ઘેરાયેલું હતું. લોકોની શ્રદ્ધા જીતવી અને તેમને વશમાં લેવા એ જરીકે સરળ ન હતું. મહાવીરનો તેમની આસપાસ ટોળે મળેલાં દેવો અને દેવીઓને આપવામાં આવેલો પ્રથમ ઉપદેશ તેથી કરીને પ્રતીતિજનક ન હતો (તેથી) તેઓ નાહિંમત થયા. શંકાઓ અને નિરાશાનાં વાદળો તેમની આસપાસ એકત્ર થયાં. તેઓએ તેમના અભિપ્રાય ફરી ભણી જવાનું શરૂ કર્યું કે તેમણે મેળવેલા જ્ઞાનનો લોકોને ઉપદેશ આપવો એ આવશ્યક છે કે નહીં.
- ૧૦૫ -