________________
તે છેડા) દેખાય નહીં. તેમની (મહાવીરની) તરફ બરછટ વર્તન કરવામાં આવ્યું હોય, તેમને ફટકારવામાં આવ્યા હોય તે માન્ય કરી શકાય પરંતુ ઉપરોક્ત બાબત માન્ય કરવી મુશ્કેલ છે.
ઈન્દ્ર સામાન્ય રીતે ફટકારવાના કિસ્સાઓમાં પ્રગટ થાય છે પરંતુ આગળ આવીને તેમને ન બચાવે એ શી રીતે શક્ય છે. મને લાગે છે કે આ કેવળ જીવનચરિત્રકારોની જ મહાવીરે પ્રાપ્ત કરેલી આત્યંતિક સહનશક્તિ વર્ણવવાની ઇચ્છા છે અને આમ કરીને તેણે આ પ્રસંગને વધુ પડતો દર્શાવ્યો છે.
એ શક્ય છે કે તેણે જે કહ્યું તે મહાવીરે સાંભળ્યું નહીં, તેથી ગોપ અત્યંત રોષે ભરાયો હશે અને તેથી તેની સાંભળવાની ઇન્દ્રિયને તેણે ઈજા કરી હશે પરંતુ આ રીતની નહીં -----------
લાટના મ્લેચ્છ દેશમાં તેમની તરફ જે બરછટ વર્તાવ કરવામાં આવે છે તે મારી દષ્ટિએ અત્યંત વાસ્તવિક છે અને વાસ્તવમાં તે આચારંગમાં પણ સંરક્ષિત થયેલો છે.
મહાવીરે પોતે પોતાના શિષ્યો સમક્ષ વર્ણવ્યો હોવો જોઈએ અને તે આચાર્ય પરંપરા મુજબ નીચે ઉતરી આવ્યો હોવો જોઈએ.
જોકે એક બાબત શંકારહિત છે કે આપણે કોઈ વિશિષ્ટ પ્રસંગને માન્ય કરીએ છીએ કે નહીં. એ તો કબૂલ કરવું જ પડશે કે અત્રે મહાવીરે બધાં જ પ્રાણીઓ માટે આત્યંતિક સહનશીલતા કેળવી હશે અને તેમણે પોતે પોતાના પાછલા જન્મોમાં કરેલાં દુષ્કૃત્યોનું આ રીતે વળતર વાળ્યું હશે અને પ્રાયશ્ચિત કર્યું હશે અને આ જ ખ્યાલથી મહાવીરે તે અણકેળવાયેલા દેશોની મુલાકાત લેવાનું વિચાર્યું હશે.
ઉપાસના Worship) એ તદ્દન સ્વાભાવિક છે કે મહાવીર કે જે રાજવંશી પરિવારમાં જન્મ્યા હતા અને સુંદર શારીરિક સ્વરૂપ અને અતુલ્ય શક્તિ ધરાવતા હોવાથી તેમના સમયના સામાન્ય ભિખુઓ કરતાં તેમણે તદ્દન નોખી છાપ ઊભી કરી હોવી જોઈએ. રાજાઓ અને સરદારો કે જે તેમના પિતાને ઓળખતા હતા તેમણે તેમના (મહાવીરના) વિશે સાંભળ્યું હશે અને ઘણા સમય પહેલાંથી તેઓ તેમના ગુણોથી પરિચિત હશે.
- ૧૦૩ -