________________
એમાં કોઈ આશ્ચર્યની વાત નથી કે તેઓ તેમના મિત્ર રાજાના પુત્રને માન આપ્યું હોય અને તેમને ઉષ્માપૂર્વક અભિનંદન આપ્યાં હોય. તેમના સાધુ જેવા ચારિત્ર્યથી તેઓ સંતોષ પામ્યા હોય અને તેમના સામાન્ય રિવાજ અનુસાર તેમણે રાજાઓએ) તેમની (મહાવીરની) પ્રત્યે આદરની ભાવના વ્યક્ત કરી હોય કે જે સાચી રીતે તેમને (મહાવીરને) પોતાને આભારી હતું. (વેપારીઓ તેમના રાજવીઓને અનુસર્યા હોય અને તેમણે પણ તેમને ભેટસોગાદો આપી હોય.) એ આપણા માટે આશ્ચર્યજનક છે કે કેવી રીતે કેટલાક રાજાઓએ તેમને જાસૂસ ગણ્યા અને તેમની સાથે એ રીતનો વ્યવહાર કર્યો. જો તેમને થોડાક સમય માટે પણ એક વખત એમ લાગ્યું હોય તો પણ પછીથી આ મહાન વ્યક્તિની કૃપાદૃષ્ટિ અને ગરિમાને લીધે તેમને તેમની ભૂલ સમજાઈ હોય. તેમની આ ભૂલ અંશતઃ તેમના સંતોષકારક પ્રત્યુત્તર આપવાથી દૂર રહેવાને કારણે અને અંશતઃ તેમના વેશાંતરને કારણે ઉદ્ભવી હતી. તે જમાનામાં ઘણા જાસૂસો આ પ્રકારનો વેશપલટો કરવાનું પસંદ કરતા હતા.
વેપારીઓ તેમના રાજાઓને અનુસર્યા અને તેમને ભેટસોગાદો અર્પણ કરી. પરંતુ જેઓ (સમાજના) નીચલા વર્ગમાંથી આવતા હતા તેઓ આવી (મહાન) વ્યક્તિના આદર્શોને સમજી શક્યા નહીં કે તેની કદર કરી શક્યા નહીં. તેઓના મનનું સમાધાન ચમત્કાર સિવાય થઈ શકતું ન હતું.
પરંતુ જો તેઓ) એકવાર તેમને ખાતરી થાય તો તેઓ તેમને માટે કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય. પરંતુ તેઓને માટે કોઈ ત્રુટિરહિત પુરાવાની આવશ્યકતા હતી. “તમે ચમત્કારની મદદથી સાબિત કરો કે તમે મહાવીર છો.”
આના (ચમત્કારના) અભાવને લીધે તેમણે તેઓને સામાન્ય ભિખ્ખું માની લીધા કે જેઓ આવો વેશપલટો કરવાથી તેમની આજીવિકા ચલાવવી વધારે સહેલી બનાવી શકે અને તેમની છેતરપિંડીને સલામત બનાવી શકે.
તેમણે ક્યારેય તેમના જીવનને અને તેમના આદર્શોને નજીકથી જોવાની દરકાર કરી ન હતી. દેવો :
એ તદન સાચું છે કે આવી વ્યક્તિ જે મનોવિકારોથી મુક્ત છે તેની
- ૧૨૪ -