________________
(2) બધા જ કે જેમણે આ જન્મમાં પ્રાપ્તિઓ કરી છે તેઓ મોક્ષના હકદાર બને છે ?
(૩) કોની કાર્યશીલતા પ્રશંસનીય છે ?
(4) કોની પ્રમાદ પ્રશંસનીય છે ?
(5) લોકો માટે શું સારું છે તાકાત કે નબળાઈ ?
(6) કોની તાકાત યોગ્ય છે અને કોની તાકાત નુકસાનકારક છે ? (7) ઇન્દ્રિયના વિષયને જે વશ થાય છે તેનું ભાગ્ય શું છે ? (એ જ રીતે નયનો, નાસિકા, જિજ્વા, સ્વાદ અને છેલ્લે સ્પર્શની ઇન્દ્રિય)
(ભગવતીશતક 12 ઉદ્દેશક 2 શબ્દરૂપ, રસ, ગંધ, સ્પર્શ ઇન્દ્રિયો)
વત્સભૂમિમાંથી મહાવીર ઉત્તરકોશલ તરફ ગયા અને (ત્યાંથી) તેઓ નગરો અને જનપદોમાં ધર્મોપદેશ આપતા અને પરિભ્રમણ કરતા શ્રાવસ્તી પહોંચ્યા. તેઓ કૌપ્તક મંદિરમાં ઊતર્યા. તેમણે ત્યાં ધર્મોપદેશ આપ્યો અને સુમનોભદ્ર અને સુપ્રતિષ્ઠનાં ધર્મપરિવર્તનો કરાવ્યાં.
ઉપાસક દશાસૂત્ર : પ્રકરણ પહેલું આનંદની વાર્તા વર્ણવે છે. તેણે ગૃહસ્થજીવન દરમ્યાન પણ અવધિ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. (અમુક સીમા સુધીનું જ્ઞાન). ઇન્દ્રભૂતિ ગૌતમ તે માનતો ન હતો અને તેણે જ્યારે એમ કહ્યું ત્યારે તે બદલ તેને આનંદગૃહસ્થ પાસે ક્ષમાયાચના પણ કરવી પડી હતી.
કોશલમાં પરિભ્રમણ કરીને મહાવીર વિદેહમાં આવ્યા. અહીં આનંદ અને શિવાનંદ ગૃહસ્થજીવનનાં બાર પ્રકારનાં વ્રતો લીધાં. વૃત્તીય વર્ષાઋતુ :
તૃતીય વર્ષાઋતુ મહાવીરે વાણિજ્યગ્રામમાં વ્યતીત કરી. સોળમું વર્ષ : મગધ તરફ પ્રયાણ :
વાણિજ્યગ્રામથી શરૂ કરીને તેઓ ફરી એકવાર મગધ આવ્યા. તેઓ રાજગૃહ પહોંચ્યા અને ગુણશીલા મંદિરમાં ઊતારો કર્યો.
જ્યારે રાજવંશનાં લોકો સહિત ઘણા બધા લોકો તેમના ધર્મોપદેશનું શ્રવણ કરવા માટે ગયા ત્યારે ગૌતમ ઇન્દ્રભૂતિએ સમયની ગણતરી અંગે તેમને એક પ્રશ્ન પૂછ્યો. મહાવીરે તેને (સભાની અંદર જ) તે વિગતે
~936~