________________
નિવેદન કર્યું. રાજાએ તે શ્રીમંત મહિલાને ત્યાં તેણીની પાસેથી એક રત્નકંબલ ખરીદવા માટેનું આવશ્યક દ્રવ્ય લઈને પોતાના એક દાસને મોકલ્યો. જોકે તેણીએ દાસને જણાવ્યું કે બધા જ રત્નકંબલોના તેમને ફાડીને હાથરૂમાલ તરીકે કામ લાગે એટલા નાના ટુકડા કરવામાં આવ્યા હતા. જોકે આ શબ્દશઃ સત્ય હોઈ શકે નહીં, કિંતુ તે ચોક્કસપણે નિર્દેશ કરે છે કે એવા લોકો પણ ત્યાં હતાં કે જેઓ તેમના રાજા કરતાં પણ અધિક શ્રીમંત હતા.
શ્રેણિકે આવા શ્રીમંત મનુષ્યની મુલાકાત લેવાનું પસંદ કર્યું અને તેણે તેને બોલાવ્યો. દાસ સમાચાર લાવ્યો કે તે શ્રીમંત મહિલાનો પુત્ર નીચેના માળ સુધી પણ નીચે આવતો નથી તેથી રાજા પોતે તેને મળવા માટે તેના નિવાસસ્થાને જવા માટે રાજી થયો. શ્રેણિક ત્યાં ગયો અને તે શ્રીમંત મહિલાએ ચોથા માળે તેનું સ્વાગત કર્યું. આ સમયે શાલિભદ્ર સાતમા મજલે હતો. ભદ્રાએ નીચે આવવા માટે તેને સંદેશો મોક્લ્યો, કિંતુ તેણે પ્રત્યુત્તર પાઠવ્યો કે અતિથિને જે જોઈએ તે આપો અને તેઓ (અતિથિ) તેને (નીચે નહીં આવવા બદલ) દરગુજર કરે. ભદ્રાએ પોતે જાતે જ ત્યાં જઈને પોતાના પુત્રને નિવેદન કર્યું કે અતિથિ અન્ય કોઈ નહીં, પરંતુ રાજવી પોતે હતા અને એટલા માટે જ તેણે નીચે આવવું ‘જોઈએ'.
આ ‘જોઈએ’ શબ્દે તેના મનમાં નિરાશા અને ઘૃણાની ભાવના પેદાકરી. અલબત્ત તે નીચે આવ્યો, પોતાના તરફથી (રાજા પ્રત્યે) આદર વ્યક્ત કર્યો અને ફરીથી ઉપર ચાલ્યો ગયો. પરંતુ આ ‘જોઈએ’ (શબ્દ) તેને અત્યંત ખૂંચ્યો, જેણે તેની બધી જ મોજમજા પોતાના દ્વારા નહીં કિંતુ અન્ય દ્વારા છે તેનું ભાન કરાવ્યું. આ પ્રકારનું સુખ અને આનંદ તેને માટે આંખો ઉઘાડનારું બન્યું.
એકવાર જ્યારે એક યતિ ધર્મઘોષ રાજગૃહ આવ્યો અને તેની પાસે શ્રી શાલિભદ્રે ધર્મોપદેશ સાંભળ્યો ત્યારે તેણે સંસારત્યાગ કરવાનો નિશ્ચય કર્યો. તેની માતાને લાગ્યું કે તેના પુત્રને (તેના નિર્ણયમાંથી) પાછો વાળવાનો પ્રયત્ન બિનઉપયોગી બનશે, તેથી તેણીએ તેને અનુમતિ આપી કિંતુ તેણીએ એવું સૂચન કર્યું કે તેણે ગૃહસ્થ જીવનનો ત્યાગ એક પછી એક તબક્કામાં ધીમે ધીમે કરવો જોઈએ. શાલિભદ્રને પણ લાગ્યું કે તેણી સાચી છે તેથી તેણે દરરોજ એક પત્નીનો ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો.
- ૧૩૯ ×