________________
અને આ બાબત આચારંગસૂત્ર અને દશાવૈકાલિકસૂત્રમાં સચવાઈ છે. (ecils 271).
આ સ્રોતો પર આધારિત પ્રથમ ધાર્મિક પ્રવચન સંક્ષિપ્ત સ્વરૂપમાં મહાવીરના સિદ્ધાંતની સુબોધ પ્રાગટ્ય તરીકે (સચવાયેલ) છે. [હવે આપણે તેની વિગતોમાં ઊતરીશું.
આચારંગસૂત્ર : પાંચ વ્રતો
દશાવૈકાલિકસૂત્ર ઃ તેને બુદ્ધના પ્રથમ ધાર્મિક પ્રવચન સાથે સરખાવો. (મહાવા) ‘મહાવીર ચરિત્ર’ના વિદ્વાન લેખક ગોપાલદાસ જે. પટેલનો તે માટેનો અભિપ્રાય જુઓ.]
મહાવીર જેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તે પૈકીના માત્ર એક ન હતા. તેઓ એક ઉપદેશક હોવા ઉપરાંત સંપ્રદાયના ચક્રને ગતિમાં રાખનાર પણ હતા. આવા (સમર્થ) ઉપદેશક સાચું જ્ઞાન ધરાવતા ઉપરાંત તે જ્ઞાન લોકો સમક્ષ ખુલ્લું ક૨વાનો સાચો માર્ગ પણ જાણતા હતા.
જૈન ધર્મગ્રંથો દર્શાવે છે કે તીર્થંકર જન્મથી જ ચોત્રીસ સદ્ગુણોની અવસ્થા પારમિતાઓથી, ગુણ સ્થાનથી સંપન્ન હોવા જોઈએ. જેમનાથી (પારમિતાઓથી) કોઈ ઉપયોગી હેતુ સરતો નથી સિવાય કે જીવનચરિત્રકારોની કાલ્પનિક માનસિક શક્તિનો તેઓ નિર્દેશ કરે છે,
આ ચોત્રીસ ઉપરાંત અન્ય ચાર અનિવાર્ય પારમિતાઓનો પણ નિર્દેશ કરવામાં આવેલ છે. (જે નીચે મુજબ છે.)
(1) જ્ઞાન (2) વાણી
(૩) આફતોને ટાળવાની શક્તિ
(4) પૂજ્યતા
તે બાબત બધી જ શંકાઓથી પર છે કે જે ધર્મોપદેશક જ્ઞાન વહેંચવા માટે બહાર જાય છે તે પોતે બાકીના બધા (લોકો)થી શ્રેષ્ઠ હોવો જોઈએ. વળી જ્ઞાન વહેંચવું તે ક્રિયા માટે બોલાયેલા શબ્દો ઉપર અનિવાર્ય અને પ્રશંસનીય પ્રભુત્વની આવશ્યકતા રહે છે. બોલાયેલા શબ્દો એ તો માત્ર વિચારોના વહનનું માધ્યમ છે અને તેથી કેટલીક જગ્યાએ મહાવીરે સુંદર વક્તવ્યની અગત્ય પર ભાર મૂક્યો છે. (રેવતી અને મહાશતાકા,
૨૧૨૮ -