________________
જોકે ધર્મ માટે આ કોઈ નવીન અનુભવ ન હતો. બુદ્ધને પણ સર્વજ્ઞતા પ્રાપ્ત કર્યા પછી આવો જ અનુભવ થયો હતો. બૌદ્ધ ધર્મગ્રંથોમાં આ આખીયે વાત નીચેના શબ્દોમાં કહેવામાં આવી છે. “આ રીતે બુદ્ધ ઈશ્વરપરાયણતા (બ્રહ્મવિહારો)ની લાગણીથી પ્રેરિત થયા હતા અને અનુકંપા અને આનંદ, મિત્રતા અને જગત પ્રત્યેની ઉદાસીનતાથી પરિપૂર્ણ થઈ ગયા હતા. તેઓ એવા લોકોને જોઈ શકતા હતા કે જેમનાં ચક્ષુઓમાં ઓછી ધૂળ હતી (સ્પષ્ટ દર્શન કરી શકતા હતા) અને જેમના માટે નિર્વાણનાં દ્વાર ખૂલી ગયાં હતાં, અને તેમણે ધર્મનું અમૃત જેમને તેની તૃષા હોય તેઓ પી શકે તે માટે (લોકોને તેનો) ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો.” પ્રથમ આશ્ચર્ય એ હતું કે (શરૂમાં) તેમના ઉપદેશની લોકો પર કંઈ જ અસર થઈ ન હતી.
(સંદર્ભ : વિચ્છેનિયા - Dialogues of the Buddha - Rhys Davids Pt. 2nd) તેરમું વર્ષ :
મહાવીર અપાપામાં આવ્યા અને મહાસેનાવાટિકામાં ઊતર્યા. તે મહાનગરમાં સામિલ નામનો એક શ્રીમંત બ્રાહ્મણ રહેતો હતો. જે મહાબલિ આપવાનો હતો અને તેણે તે સમયના વિદ્વાન બ્રાહ્મણોને આમંત્ર્યા હતા. (આ વિદ્વાન બ્રાહ્મણો નીચે મુજબ હતાઃ ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્તા, સુધર્મા, મંડિક, મૌર્યપુત્ર, અકંપિતા, અચલભ્રાતા, મોટાર્ય અને પ્રભાસા. તેમાંના પ્રત્યેકને સો શિષ્યો હતા.)
અપાપામાં મહાવીરનું આગમન લોકોના પ્રબળ ઉત્સાહથી અંકિત હતું કે જેઓ તેમને આદર આપવા માટે તેમના નિવાસસ્થાને ધસી ગયા. વિદ્વાન બ્રાહ્મણોને એ ખૂંચવા લાગ્યું કે જે સ્થાને મહાબલિ આપવાનો હતો
ત્યાં એકત્ર થવાને બદલે લોકો એ સ્થાન ત્યજી ગયા અને કોઈ અન્ય સભામાં હાજરી આપવા માટે ગયા.
વિદ્વાન બ્રાહ્મણોના ઇન્દ્રભૂતિ ગૌતમ નામના આગેવાનને તે અપમાનજનક લાગ્યું અને તેણે પોતે તે ધર્મોપદેશક પાસે જવાનો વિચાર કર્યો કે જેણે લોકો દ્વારા હકીકતમાં તેને પોતાને મળવાપાત્ર આદર ચોરીથી પડાવી લીધો હતો, વિદ્વતાપૂર્ણ પ્રવચનમાં તેને હરાવી દીધો હતો અને તેની
૦ ૧૨૬ -