________________
હતું. (ત્યાં) એક બીજો વેપારી પણ હતો જે તાજેતરમાં જ શ્રીમંત બન્યો હતો અને તેથી તેને અભિનવશ્રેષ્ઠિ તરીકે વર્ણવવામાં આવતો હતો.
એકવાર જિર્ણશ્રેષ્ટિએ મહાવીરને તે મંદિરમાં જોયા. તેમના સ્વરૂપથી આનંદિત થઈને તેણે તેમને ગોચરી આપવાની ઈચ્છા કરી, પરંતુ મહાવીર ઉપવાસ ઉપર હોવાથી તેમણે કશું જ સ્વીકાર્યું નહીં. ઉપવાસના અંતિમ દિવસે જિનદતે તેમને આમંત્રણ આપવા માટેની તૈયારીઓ કરી લીધી, પરંતુ અચાનક જ મહાવીર વર્ણનોતર્યા અભિનવશ્રેષ્ઠિના ઘેર ગયા, જ્યાં તે શ્રીમંત વેપારીએ ઉદ્ધતાઈથી તેની દાસીને તેમને કંઈક દાન આપવાની અને ભિક્ષુકને ત્યાંથી કાઢી મૂકવાની આજ્ઞા કરી.
ઉપરોક્ત ઘટના કેવળ એક જ દષ્ટિબિંદુથી અગત્યની છે, અને તે એ છે કે જો મનુષ્ય જ્ઞાનેન્દ્રિયોના ભ્રામક પુરાવાની મદદથી નિર્ણય કરે છે, તો દેહો હૃદયથી (તેમ) કરે છે, કારણ કે પછીથી* પાર્શ્વના એક શિષ્ય દ્વારા એ સ્પષ્ટ થયું હતું કે તેનું એ દાન ખરેખર જિનદત્તશ્રેષ્ઠિના (દાન) કરતાં ઊતરતી કક્ષાનું હતું.
આપણે અહીં નોંધ લઈએ છીએ કે ધર્મ મનુષ્યની પ્રતિક્રિયાને ગણતરીમાં લે છે, માનવ તેની રીતભાત-વર્તણૂકથી ભૂલને પાત્ર ન હોય એવા નિયમની જેમ (માનવ) તેનો બદલો પ્રત્યક્ષ રીતે મેળવી લે છે.
અત્રે બુદ્ધ અનુભવેલી એક આવી જ ઘટના યાદ કરવી જોઈએ કે જ્યાં તેમણે જાહેર કર્યું હતું કે કહાપણા નામની ભેટ જે એક વૃદ્ધ સ્ત્રીએ ભક્તિભાવપૂર્વક આપેલી એ દાનનું સર્વોત્કૃષ્ટ સ્વરૂપ હતું.
ને ત્યાંથી મહાવીર સુનસુમારપુર આવ્યા, અહીં જ્યારે મહાવીર તેમને પોતાના મહાપ્રતિમાના આસનમાં રાખીને તપ કરતા હતા ત્યારે ત્યાં ચમર નામનો રાક્ષસોનો દેવ આવ્યો અને તેમના પગમાં નીચે પડીને પોતાને ઈન્દ્રના ગુસ્સાથી બચાવવા માટે તેમને વિનંતી કરી. જીવનચરિત્રકારો તે રાક્ષસના પાછલા જીવન વિશે વર્ણવે છે કે જ્યારે તે પૂરણ નામનો ગૃહસ્થ હતો અને તેના અસામાન્ય તપને કારણે તે તેના હાલના સ્વરૂપમાં જભ્યો હતો. તે મહાન દેવ ઈન્દ્રનાં ઐશ્વર્ય અને ભવ્યતાની ઈર્ષ્યા કરે છે અને તેમને ઉથલાવી પાડવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે. ઈન્દ્ર ગુસ્સે થઈ જાય છે અને પોતાનું ચક્ર તેના પર છોડી મૂકે છે અને તેની સામે) આશ્રય શોધવા