________________
માટે ચમરેન્દ્ર મહાવીરના પગમાં પડી જાય છે. ડૉ. ડાહલકે નિશ્ચયપૂર્વક દાવો કરે છે કે દેવો અહીં કેવળ મંદિરોને શોભાવવા માટેનાં ભીંતચિત્રો તરીકે જ ઉપયોગમાં લેવામાં આવે છે અને તેના આંતરિક ભાગ તરીકે નહીં, આ હકીકત બૌદ્ધો તેમજ જૈનોને સમાન રીતે લાગુ પડે છે. અહીં આ દેવોનાં ઐશ્વર્ય અને ભવ્યતા પ્રકાશિત રંગોમાં એટલા માટે વર્ણવવામાં આવે છે કે તેનાથી સામાન્ય ભક્તજનોના મન ઉપર અસર પાડી શકાય છે અને (તેમનું) મહત્ત્વ પેદા કરી શકાય છે કે દેવો પોતે આટલું બધું ઐશ્વર્ય અને ભવ્યતા ધરાવતા હોવા છતાં તેઓ પોતે આટલા બધા શક્તિશાળી હોવા છતાં તેઓ મહાવીરના કરતાં ઊતરતી કક્ષાના છે.
માત્ર એ હેતુને ખ્યાલમાં રાખીને જીવનચરિત્રકારે આ બ્રાહ્મણીય દેવોને ભવ્ય પાર્શ્વભૂમિ પૂરી પાડવાનું કષ્ટ ઉઠાવ્યું છે કે ઉપર દર્શાવ્યા મુજબ આ બ્રાહ્મણીય દેવો આ નવા સંપ્રદાય માટે ઘેર બેઠાં નવું પરિવર્તન લાવી શકે. વળી ડૉ. ડાલકે પોતે રજૂ કરે છે કે નવો છોડ બદલાયેલી ભૂમિમાં કરમાઈ જવો જોઈએ નહીં. (આ માટે) બ્રાહ્મણશાસ્ત્રમાંથી આ દેવો લેવામાં આવ્યા છે અને તેમણે કેવળ ગૌણ ભૂમિકા ભજવવાની છે.
બ્રાહ્મણીય ધર્મગ્રંથોમાં પણ આપણે આજ બાબત જોઈ શકીએ છીએ કે ઈન્દ્ર અને વિષ્ણુ બુદ્ધની પ્રતીક્ષા કરી રહ્યા છે અને બ્રહ્મા પણ વારંવાર બુદ્ધને વિનંતી કરવા માટે આવે છે.
પરંતુ આપણા) મનમાં એવો વિચાર પેદા થવો જોઈએ કે કણસલામાંથી કેવળ દાણા છૂટા પાડવા માટે જ લાકડી હોય છે તેના કરતાં વધારે આના માટે મહાવીર કે બુદ્ધ જવાબદાર નથી. અહીં દોષ એવા જીવનચરિત્રકારો અને અન્ય લેખકોનો છે કે જેમને રહીસ ડેવીડ્ઝ સાચી રીતે શબ્દોના વેપારીઓ કહે છે.
રાત્રે મહાવીર મહાપ્રતિમા આસનમાં રહ્યા અને થોડા જ સમયમાં તેઓ ત્યાંથી) ભોગાપુર આવ્યા. અહીં મહેન્દ્ર નામના ક્ષત્રિયે ફરિયાદના કોઈ જ કારણ વગર મહાવીરની સામે દંડૂકો લઈને તેમને મારવા માટે તેમની તરફ દોડ્યો. તેને સનતકુમાર નામના દેવે રોક્યો. (આ એ જ સનતકુમાર છે કે જે બ્રાહ્મણીય સાહિત્યમાં દેખાય છે.).
ત્યાર પછી મહાવીર નંદીગ્રામ તરફ ચાલી નીકળ્યા, જ્યાં તેમના
- ૧૦૦ -